ઘાટકોપર મોટા સંઘમાં પૂ. શ્રી ધીરગુરુદેવનો વિહાર શુભેચ્છા સમારોહ

02 December, 2023 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અતિથિપદે અજયભાઈ શેઠ, કલકત્તા, ભોપાલ, રાજકોટ તેમ જ બૃહદ મુંબઈના સંઘો અને શ્રૈષ્ઠિવર્યો ઉપસ્થિત રહેશે.

ઘાટકોપર મોટા સંઘમાં પૂ. શ્રી ધીરગુરુદેવનો વિહાર શુભેચ્છા સમારોહ

શ્રી ઘાટકોપર હિંગવાલા લેન સંઘના ઉપક્રમે ગોંડલ સંપ્રદાયના શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવ અને પૂ. નયનાજી મહાસતીજી આદિ ઠાણાનો કલકત્તા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહ આવતી કાલે, રવિવાર, ત્રીજી ડિસેમ્બરના રોજ સવારે ૯.૩૦થી ૧૨ વાગ્યા દરમ્યાન મહેશભાઈ જે. વાધર (અમેરિકા)ની અધ્યક્ષતામાં ડુંગર દરબાર, ઝવેરબેન સભાગૃહમાં યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે અર્હમ ઉપાસક પૂ. આગમચંદ્રજી મ.સા. તથા સાધ્વીજી પૂ. હસ્મિતાજી મ.સ., પૂ. ભારતીજી મ.સ., પૂ. પદમાજી મ.સ., પૂ. નયનાજી મ.સ., પૂ. ડોલરજી મ.સ., પૂ. ઉર્વશીજી મ.સ., પૂ. સૌમ્યાજી મ.સ., પૂ. નિમગ્નાજી મ.સ., પૂ. વસુધાજી મ.સ., પૂ. ચેતનાજી મ.સ. આદિ ઠાણાના દર્શનાદિનો લાભ મળશે. 
અતિથિપદે અજયભાઈ શેઠ, કલકત્તા, ભોપાલ, રાજકોટ તેમ જ બૃહદ મુંબઈના સંઘો અને શ્રૈષ્ઠિવર્યો ઉપસ્થિત રહેશે. 
પૂ. ગુરુદેવના પ્રવેશ પ્રસંગે શુક્રવારે અધ્યાત્મ સૌરભ પુસ્તકની લોકાર્પણ વિધિ ભરતભાઈ આર. મહેતા, શશિકાંતભાઈ ઉદાણી, હરેશભાઈ મોદી વગેરેના હસ્તે કરવામાં આવી હતી. પૂ. ગુરુદેવ સોમવાર, ચોથી ડિસેમ્બરના રોજ વિહાર કરી ખંડાલા, પૂના, કોલ્હાપુર, બૅન્ગલોર, ચેન્નઈ થઈ કલકત્તા આયંબિલ ઓળી પ્રસંગે પધારવાની સંભાવના છે.

ghatkopar gujarati community news mumbai news maharashtra news