સમયસર તપાસ ન કરનાર પોલીસ સામે ઍક્શન લો : શ્રદ્ધા વાલકરના પિતા

19 January, 2023 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મધુકર પાંડેએ તેમને આશ્વાસન આપ્યું છે કે એ પોલીસ કર્મચારીઓ સામે ઍક્શન લેવાશે

શ્રદ્ધા વાલકરના પિતા

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધા વાલકરની તેના જ બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ દિલ્હીમાં હત્યા કરી હતી એ કેસમાં ફરી એક વાર શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે મંગળવારે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના વડા મધુકર પાંડેનો સંપર્ક કર્યો હતો અને શ્રદ્ધાએ બે વર્ષ પહેલાં આફતાબ સામે કરેલી પોલીસ ફરિયાદમાં ઍક્શન ન લેનારા પોલીસો સામે ઍક્શન લેવામાં આવે એવી માગ કરી છે. મધુકર પાંડેએ તેમને આશ્વાસન આપ્યું છે કે એ પોલીસ કર્મચારીઓ સામે ઍક્શન લેવાશે.

વિકાસ વાલકરના કહેવા મુજબ શ્રદ્ધાએ તુળીંજ પોલીસમાં ૨૦૨૦માં ફરિયાદ કરી હતી કે આફતાબ તેને હેરાન કરી રહ્યો છે. જોકે એ વખતે પોલીસે તેના પર કોઈ ઍક્શન લીધી નહોતી. એ જ રીતે તેમણે પોતે ગયા વર્ષે શ્રદ્ધાના મિસિંગ થયા પછી માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે આ બંને ફરિયાદો પર તાત્કાલિક કોઈ પગલાં લેવાયાં નહોતો એવો આક્ષેપ તેમણે કર્યો હતો.   

mumbai mumbai news vasai mumbai police