બિનમરાઠી પાટિયાના દંડમાં BMC ફેરફાર કરી શકે છે

13 August, 2024 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રૉપર્ટી-ટૅક્સ કરતાં દંડની રકમ વધી જતી હોવાથી ફેરવિચાર થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં દુકાનોનાં પાટિયાં પર નામ મરાઠીમાં નહીં લખવામાં આવ્યાં હોય તો દંડ કરવા બાબતનો ચુકાદો આપ્યો હતો. આથી બૃહન્મુંબઈ મ્યુનિસપિલ કૉર્પોરેશને (BMC) દંડ વસૂલવાની શરૂઆત કરી હતી. ઉપરાંત ગયા એપ્રિલ મહિનામાં BMCએ નિયમનું પાલન ન કરનારાઓને પ્રૉપર્ટી-ટૅક્સ કરતાં ડબલ રકમનો દંડ કરવાની જાહેરાત કરી હતી. BMCના અધિકારીના જણાવ્યા મુજબ ‘મરાઠી પાટિયાના નિયમનો ભંગ કરનારી દુકાન કે ઑફિસને કર્મચારીદીઠ ૨૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. જોકે અમારી તપાસમાં જણાયું હતું કે કેટલાક મામલામાં આ દંડ ડબલ પ્રૉપર્ટી-ટૅક્સથી પણ વધી જાય છે. આથી અમે દંડના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. દંડની રકમ પ્રૉપર્ટી-ટૅક્સ જેટલી અથવા પ્રત્યેક કર્મચારી પ્રમાણે ૨૦૦૦ રૂપિયા કરવામાં આવશે. આ ફેરફાર માટે કાયદાકીય સલાહ લેવામાં આવશે.’

મુંબઈમાં પાંચ લાખ દુકાન અને ઑફિસો રજિસ્ટર્ડ છે. આમાંથી ૩.૫ લાખ દુકાનો છે; જ્યારે બાકીમાં હોટેલ, રેસ્ટોરાં, ઑફિસ, ડિસ્પેન્સરી અને હૉસ્પિટલોનો સમાવેશ થાય છે. ૯૬ ટકા દુકાનદાર અને ઑફિસો મરાઠી બોર્ડના નિયમોનું પાલન કરી રહ્યાં છે. 

brihanmumbai municipal corporation property tax supreme court mumbai mumbai news