Video: પીએમ મોદીએ સિંધુદુર્ગમાં અનાવરણ કરેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી

26 August, 2024 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shivaji Maharaj Statue Collapsed: પીએમ મોદીએ ગયા વર્ષે ચોથી ડિસેમ્બરે નેવી ડેના અવસર પર આ વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ અને તે બાદ સોમવારે તે ધરાશાયી થઈ હતી (તસવીર: સોશિયલ મીડિયા)

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા એક કિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Shivaji Maharaj Statue Collapsed) દ્વારા ડિસેમ્બર 2023 માં અનાવરણ કરવામાં આવેલી મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સોમવારે તૂટી પાડવાની ઘટના બની હતી. આ ઘટના બાદ રાજ્યના વિરોધી પક્ષના નેતાઓએ રાજ્ય સરકારની જોરદાર ટીકા કરવાનું શરૂ કર્યું છે. આ સાથે તેમણે આરોપ કર્યો છે કે આ મુર્તિની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. જો કે આ ઘટનાને લઈને હવે ફરી એક વખત વિરોધી પક્ષોએ રાજ્ય સરકારને સવાલોના જાળમાં ઘેરવાનું શરૂ કર્યું છે.

સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા (Shivaji Maharaj Statue Collapsed) ધરાશાયી થવાની ઘટના અંગે એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે માલવણના રાજકોટ કિલ્લા પર બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમા તૂટી પડી હતી. નિષ્ણાતો આ પ્રતિમા ધરાશાયી થયા પાછળનું મૂળ કારણ શોધી રહ્યા છે, પરંતુ તેમણે કહ્યું કે જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં ભારે વરસાદ અને તોફાની પવનો જોવા મળી રહ્યો છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ અંગે વધુ માહિતી મેળવવા ઘટના સ્થળે પર પહોંચ્યા હતા અને થયેલા નુકસાનની તપાસ કરી હતી.

અહીં જાણવા જેવી વાત એમ છે એ પીએમ મોદીએ ગયા વર્ષે ચોથી ડિસેમ્બરે નેવી ડેના અવસર પર આ વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તે દરમિયાન તેમણે કિલ્લા (Shivaji Maharaj Statue Collapsed) પર થયેલી ભવ્ય ઉજવણીમાં પણ હાજરી આપી હતી. જો કે માત્ર નવ મહિનામાં આ પ્રતિમા પડી જતાં તેના નબળા બાંધકામ પર અનેક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

NCP (SP)ના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રધાન જયંત પાટીલે (Shivaji Maharaj Statue Collapsed) કહ્યું, “રાજ્ય સરકાર પતન માટે જવાબદાર છે, કારણ કે તેઓએ યોગ્ય કાળજી લીધી ન હતી. સરકારે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું. તેઓ માત્ર એક કાર્યક્રમ યોજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મહારાષ્ટ્ર સરકાર ફક્ત નવા ટેન્ડર બહાર પાડે છે, કમિશન સ્વીકારે છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપે છે. આ સાથે શિવસેના (UBT) ધારાસભ્ય વૈભવ નાઈકે પણ કામની કથિત નબળી ગુણવત્તા માટે રાજ્ય સરકારની ટીકા કરી હતી. “રાજ્ય સરકાર જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી શકે છે. પ્રતિમાના નિર્માણ અને ઉત્થાન માટે જવાબદાર લોકોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ,” એમ તેમણે કહ્યું.

જો કે આ અંગે મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરે કહ્યું, “મારી પાસે આ ઘટના વિશે તમામ વિગતો નથી, પણ એ નોંધવું અગત્યનું છે કે પીડબલ્યુડી મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, સિંધુદુર્ગ જિલ્લાના પાલક મંત્રી પણ છે, તેમણે કહ્યું છે કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અમે એ જ જગ્યાએ નવી પ્રતિમા ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદી દ્વારા અનાવરણ કરાયેલ આ પ્રતિમા, દરિયાઈ કિલ્લાના (Shivaji Maharaj Statue Collapsed) નિર્માણમાં શિવાજી મહારાજના દૂરંદેશી પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપે છે. અમે આ મુદ્દાને તાત્કાલિક અને અસરકારક રીતે સંબોધવા માટે તમામ જરૂરી પગલાં લઈશું, ”.

shivaji maharaj sindhudurg narendra modi maharashtra news maharashtra mumbai news