મુખ્ય પ્રધાનનો આદેશ માનવો કે તેમની મહિલા પદાધિકારીનો?

28 June, 2024 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણમાં કૉલેજ પાસેના ગેરકાયદે સ્ટૉલને હટાવવામાં આવ્યા, પણ શિવસેનાની મહિલા જિલ્લાધ્યક્ષે કાર્યવાહી અટકાવી દીધી

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલ-કૉલેજ નજીકની ગેરકાયદે ટપરીઓ સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે આપ્યા બાદ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) દ્વારા ગઈ કાલે કલ્યાણમાં બિરલા કૉલેજ પરિસરમાં ગેરકાયદે ટપરી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે શિવસેનાની મહિલા જિલ્લા અધ્યક્ષ છાયા વાઘમારેએ કાર્યવાહીનો વિરોધ કરીને એને અટકાવી દીધી હતી. આથી KDMCના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. એક તરફ મુખ્ય પ્રધાન કાર્યવાહી કરવાનો આદેશ આપે છે અને બીજી બાજુ તેમના જ પક્ષનાં મહિલા પદાધિકારી વિરોધ કરી રહ્યાં છે. કલ્યાણ પોલીસના જણાવ્યા મુજબ ગેરકાયદે ટપરીઓને હટાવવાની શરૂઆત કરી ત્યારે પહેલાં કેટલાક દુકાનદારોએ વિરોધ કર્યો હતો. બાદમાં આ દુકાનદારો સાથે મળીને છાયા વાઘમારેએ પણ કાર્યવાહી અટકાવી હતી. છાયા વાઘમારેએ કહ્યું હતું કે ‘અહીં ૩૦ વર્ષથી ટપરીઓ છે. કૉલેજના સ્ટુડન્ટ્સ માટે અહીં ચા-પાણી વેચવામાં આવે છે, નશીલા પદાર્થ નથી વેચાતા. સ્ટૉલ ધરાવનારાઓની આ રોજીરોટી છે. તેમને લાઇસન્સ આપવાં જોઈએ એને બદલે તેમને હટાવવામાં આવી રહ્યા છે.’

kalyan dombivli shiv sena mumbai mumbai news