મુંબઈ અદાણી સિટી નહીં બને: ધારાવી પુનર્વિકાસ પ્રોજેકટ પર ઉદ્ધવ ઠાકરેએ કરી ટીકા

20 July, 2024 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Uddhav Thackeray on Dharavi Redevelopment:

ધારાવી (ફાઇલ તસવીર)

મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીનું પુનર્વિકાસ કરવા માટે દેશના અગ્રણી બિઝનેસ મૅન ગૌતમ અદાણીએ પ્લાન હાથ ધર્યો છે. જો કે ધારાવીના પુનર્વિકાસ પ્રોજેકટ (Uddhav Thackeray on Dharavi Redevelopment) સામે વિરોધી પક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને લઈને હવે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર પર આકરી ટીકા કરી હતી. આ સાથે તેમણે `અદાણી ધારાવી પ્રોજેક્ટ` બાબતે વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, `અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.`

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, `લાડલી બહેન અને બીજી ઘણી યોજનાઓના નામે જનતાને આકર્ષવાનું કામ કરવામાં આવી રહ્યું છે.` ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Uddhav Thackeray on Dharavi Redevelopment) પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આજે હું એક યોજના વિશે જણાવવા આવ્યો છું. તે યોજના છે `લાડકા ઉદ્યોગપતિ યોજના’. અમે ધારાવીમાં આંદોલન કર્યું હતું. ત્યાંના લોકોને 500 ચોરસ ફૂટનું ઘર મળવું જોઈએ. દરેક ઘરમાં માઇક્રો બિઝનેસ ચાલે છે. આ માટે શું ઉકેલ લાવવામાં આવશે? તેઓ મુંબઈનું નામ બદલીને અદાણી સિટી પણ રાખી દેશે. તેમના પ્રયાસો ચાલુ છે અને અમે તે થવા દઈશું નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, `ધારાવીના લોકોને પાત્ર અને અયોગ્યની દુવિધામાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ધારાવીના લોકોને (Uddhav Thackeray on Dharavi Redevelopment) અન્યત્ર વસાવીશું નહીં. ધારાવીમાં જ વ્યવસાય માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, `ધારાવીનો વિકાસ થવો જોઈએ, અદાણીનો નહીં. જો અદાણી આ બધું પૂરું ન કરી શકે તો ફરીથી ટેન્ડર કરવું જોઈએ. વૈશ્વિક ટેન્ડર બહાર પાડવું જોઈએ અને પારદર્શિતાનું પાલન કરવું જોઈએ. અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.

ભારતીય અબજોપતિ બિઝનેસ મૅન ગૌતમ અદાણીએ અગાઉ મુંબઈના ઝૂંપડપટ્ટી (Uddhav Thackeray on Dharavi Redevelopment) વિસ્તાર ધારાવીનું પુનર્વિકાસ કરવાની બિડ જીતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે આ કામ કરવા માટે નવી કંપની બનાવી હતી. સમાચાર આવ્યા કે અદાણી ગ્રુપે ધારાવીના પુનઃવિકાસ માટે વૈશ્વિક ટીમ પસંદ કરી છે અને આ માટે પ્રખ્યાત આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે ગયા વર્ષે જુલાઈ 2023માં ધારાવી સ્લમ વિસ્તારના પુનઃવિકાસ માટેની બિડ જીતી હતી. મહારાષ્ટ્ર સરકારે અદાણીની 619 મિલિયન ડોલરની બિડ સ્વીકારી હતી. મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા ત્રણ-ચતુર્થાંશ જેટલી છે અને હૉલિવુડના દિગ્દર્શક ડેની બોયલની 2008ની ઓસ્કાર વિજેતા ફિલ્મ `સ્લમડોગ મિલિયોનેર`માં દર્શાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કા યુબીટી સહિત કૉંગ્રેસ સાહિત શરદ પવાર જૂથવાળી એનસીપી દ્વારા પણ આ પ્રોજેકટ સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

dharavi uddhav thackeray gautam adani mumbai news mumbai mumbai slums