04 October, 2024 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઇલ તસવીર)
કેન્દ્ર સરકાર દ્વારા મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપતા મહારાષ્ટ્રની શિંદે (Shiv Sena UBT Leader Sanjay Raut) સરકાર દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રાજ્યના દરેક મરાઠીભાષાના નાગરિકોએ પણ આ અંગે ખુશી જાહેર કરી હ હતી. તેમ જ અમુક વિરોધી પક્ષ અને તેમના નેતાઓએ પણ મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ (UBT) દ્વારા પણ આ અંગે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો પણ યુબીટીના નેતા સંજય રાઉતે ભારતીય જાણતા પાર્ટી (ભાજપ) પર નિશાન પણ સાધ્યું હતું.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે (Shiv Sena UBT Leader Sanjay Raut) શુક્રવારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 15-20 વર્ષથી શિવસેના અને મહારાષ્ટ્રના અન્ય મરાઠી સાંસદોએ આ માગ માટે સતત પ્રયાસો કર્યા છે. દરેક મુખ્ય પ્રધાનોએ આ અંગે પ્રસ્તાવ મોકલીને દેશની સંસ્કૃતિમાં મરાઠી ભાષાના યોગદાનનો પુરાવો આપ્યો છે. કેટલીકવાર અમને નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ મળી હતી, ખાસ કરીને અગાઉની સરકાર દરમિયાન. આમ છતાં, સંસદના દરેક સત્રમાં મહારાષ્ટ્રના સાંસદોએ મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની માગણી કરી હતી. આખરે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે અન્ય ચાર ભાષાઓની સાથે મરાઠી ભાષાને પણ ચુનંદા દરજ્જો મળ્યો છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ.
આ લાંબા સમયથી ચાલતી માગ હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. આના કારણે મરાઠી ભાષાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે અને તે ઘણી યુનિવર્સિટીઓમાં (Shiv Sena UBT Leader Sanjay Raut) મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ ભાષા છત્રપતિ શિવાજી મહારાજ, સંત જ્ઞાનેશ્વર, ડો.બાબાસાહેબ આંબેડકર, બાળાસાહેબ ઠાકરે અને મહાત્મા ફુલેની ભાષા છે. આ નિર્ણયથી આ ભાષાની પ્રતિષ્ઠા અને સન્માન વધશે.
રાઉતે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ એક સમયે મરાઠી ભાષાને (Shiv Sena UBT Leader Sanjay Raut) ઓછી આંકવામાં આવી હોવા છતાં તેને પ્રતિષ્ઠા અપાવવાનું કામ કર્યું હતું. હવે જ્યારે મરાઠી ભાષાને સરકારી સ્તરે પ્રતિષ્ઠા મળી છે, ત્યારે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે મરાઠી લોકોની નોકરી અન્ય રાજ્યોમાં જતી અટકાવે. મરાઠી ભાષાની સાથે સાથે મહારાષ્ટ્રમાં મરાઠી લોકોને તેમનો હકનો રોજગાર મળવો જોઈએ.
મરાઠી ભાષા મહાન છે સંજય રાઉતે વધુમાં કહ્યું કે આ નિર્ણયમાં દરેકે સહયોગ આપ્યો છે અને કોઈએ શ્રેય લેવાની કોશિશ કરવી જોઈએ નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Shiv Sena UBT Leader Sanjay Raut) જેવા કેટલાક લોકો શ્રેય લેવાનો પ્રયત્ન કરશે, પરંતુ અમને તમારી દયા અને કૃપાની જરૂર નથી. મરાઠી ભાષા મહાન છે, તે નાયકો અને સંતોની ભાષા છે.