15 December, 2024 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરના હનુમાન મંદિરમાં આદિત્ય ઠાકરે (તસવીર : શાદાબ ખાન)
દાદર-ઈસ્ટમાં રેલવેની જમીન પર આવેલા હનુમાન મંદિરને તોડવા માટેની રેલવેએ આપેલી નોટિસ ગઈ કાલે બપોરે સ્થગિત કરવામાં આવી હતી. આમ છતાં અગાઉથી મહાઆરતી કરવાની જાહેરાત કરી હોવાથી આદિત્ય ઠાકરે ગઈ કાલે સાંજે સંજય રાઉત અને શિવસૈનિકો સાથે હનુમાન મંદિર પહોંચ્યા હતા અને મહાઆરતી કરી હતી.
મહાઆરતી બાદ આદિત્ય ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે ‘BJPનું હિન્દુત્વ માત્ર ચૂંટણી પૂરતું છે. ઉદ્ધવ ઠાકરેએ અનેક વખત આ વાત કહી છે. BJPશાસિત રાજ્યોમાં હિન્દુત્વ જોખમમાં છે. મંદિર તોડવાની નોટિસ અને આ નોટિસ સ્થગિત કરવાનો નિર્ણય પણ આ જ સરકારે લીધો છે.’