Maharashtra:જ્યાં જયાં ભાજપને હારનો ડર ત્યાં ત્યાં સાંપ્રદાયિક હિંસા: સંજય રાઉત

03 April, 2023 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ હિંસા સુનિયોજીત રીતે થઈ રહી છે. જેનો આરોપ તેમણે બીજેપી(BJP) પર લગાવ્યો છે. પશ્ચિમ બંગાળ(West Bengla Riot) અને બિહાર હિંસાને લઈ શિવસેના નેતા સંજય રાઉત(Shiv Sena Leader Sanjay Raut)એ આવું કહ્યું છે.

સંજય રાઉત

પશ્ચિમ બંગાળ(West Bengal Riot)અને બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાના ખબર સામે આવી રહી છે. હવે શિવસેના નેતા સંજય રાઉત(Shiv Sena Leader Sanjay Raut)એ આક્ષેપ કર્યો છે કે આ હિંસા સુનિયોજીત રીતે થઈ રહી છે. જેનો આરોપ તેમણે ભાજપ પર લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું કે બંગાળમાં ભાજપ સુનિયોજીક રીતે હિંસા કરાવી રહી છે... જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે અથવા તો ભાજપને જ્યાં હારવાનો ડર હોય છે કાં તો જ્યાં ભાજપ નબળી હોય છે ત્યાં રમખાણો થાય છે. 

રામ નવમીએ શરૂ થઈ હિંસા 

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમીના દિવસે શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસા હજી પણ અટકી નથી. બિહારના નાલંદા, સાસારામ અને પશ્ચિમ બંગાળના હાવડા અને હુગલી રમખાણની આગમાં ઝઝુમી રહ્યું છે. પોલીસે બિહારમાં હિંસા મામલે 187 લોકોની ધરપકડ કરી છે. તો બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં હિંસા મામલે 57 લોકોની અટકાયત કરવામાં આવી છે. 

આ પણ વાંચો: Kerala: ઝઘડો થતાં ચાલુ ટ્રેનમાં શખ્સે ચાંપી આગ, ત્રણ લોકોના દાઝી જવાથી મોત

નાલંદામાં સ્થિતિ કાબૂમાં

નાલંદામાં સ્થિતિ પર નિયંત્રણ લાવવામાં આવ્યું છે. નાલંદાના જિલ્લાધિકારીએ જણાવ્યું કે શહેરમાં સ્થિતિ કાબૂમાં છે. દુકાનો ખુલી રહી છે. દરેક વૉર્ડમાં એક શાંતિ કમિટિનું ગઠન કરવામાં આ્વ્યું છે. આ સાથે જ એક શાંતિ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નાલંદા હિંસા મામલે અત્યાર સુધીમાં 130થી અધિક લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં 4 એપ્રિલ સુધી ઈન્ટરનેટ સંવાઓ બંધ છે. તમામ શૈક્ષણિક સંસ્થા પણ 4 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે. બિહાર હિંસાને લઈ ભાજપ ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણાં પ્રદર્શન કર્યુ અને સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી. તો તરફ પશ્ચિમ બંગાલમાં કેન્દ્રિય બળોની તૈનાતીની માંગ કરવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય બિમાન ઘોષે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. 

 

 

 

mumbai news maharashtra sanjay raut west bengal bharatiya janata party