24 December, 2022 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. એક સમયે શિવસેના સાંસદ સંજય રાઉતના કટ્ટર સમર્થક રહેલા નાસિક જિલ્લાના સંપર્ક પ્રમુખ ભાઉસાહેબ ચૌધરી શિદે જૂથમાં સામેલ થયા છે. શુક્રવારે શિંદે જૂથમાં સામેલ થયા બાદ થાણેના ડોમ્બિવલીમાં તેમનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું. શિદે જૂથની સભ્યતા લીધા બાદ ભાઉસાહેબે કહ્યું કકે તેમણે ક્યારેય કોઈ પદ માટે કામ નથી કર્યું.
શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા બાદ ભાઉસાહેબે કહ્યું કે તે શિવસેના પાર્ટી પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના વિચારોને આગળ વધારવાનું કામ કરશે. જણાવવાનું કે શિવસેનાના ઉદ્ધવ જૂથે ભાઉસાહેબ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ મૂકતા તેમને પહેલા જ પાર્ટીમાંથી બહાર કાઢી દીધા હતા.
શિંદે જૂથમાં સામેલ થયા બાદ ભાઉસાહેબ શુક્રવારે સાંજે ડોમ્બિવલીમાં પાર્ટી ઑફિસમાં પહોંચ્યા, જ્યાં તેમનું પુષ્પવર્ષા અને ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું. તેમણે પોતાની ભૂમિકા વિશે જણાવતા કહ્યું કે તે પાર્ટી પાસેથી મળતી જવાબદારીને સંભાળશે.
આ દરમિયા તેમને આ અવસરે હાજર મહેશ પાટિલ સાથેના વિરોધ પ્રદર્શનમાં મૂકાલેયલ આરોપ-પ્રત્યારોપ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેમણે કહ્યું કે મહેશ પાટિલ તેમના મિત્ર છે. બન્ને તે સમયે પોત-પોતાની પાર્ટી માટે જે યોગ્ય લાગ્યું, તેમણે કર્યું પણ હવે બન્ને એક જ પાર્ટીમાં છે અને પાર્ટી માટે જે યોગ્ય હશે અને મુખ્યમંત્રી જે આદેશ આપશે તે કરશે.
જણાવવાનું કે ઉદ્ધવ જૂથમાં રહીને ભાઉસાહેબ શિવસેનાના શાખા પ્રમુખ, વિભાગ પ્રમુખ, શહેર પ્રમુખ, પરિવહન અધ્યક્ષ જેવા દાયિત્વ સંભાળી ચૂક્યા છે. ત્યાર બાદ તેમને નાસિક જિલ્લા સંપર્ક પ્રમુખની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારથી જ તેઓ નાસિક તરફ વધારે વળ્યા હતા. થોડાક વર્ષ પહેલા ભાઉસાહેબ ચૌધરીએ બીજેપી નેતા રાવસાહેબ દાનવેનો વિરોધ કર્યો હતો, ત્યારે તે શિવસેના ઉદ્ધવ જૂથના શહેર પ્રમુખ હતા. પણ તે સમયે રાજનૈતિક કટ્ટર વિરોધી હવે મિત્ર બની ગયા છે.
આ પણ વાંચો : ગોપાલ ઇટાલિયાને સંજય રાઉત પર ગુસ્સો કેમ આવ્યો?
ભાઉસાહેબની સભ્યતાના અવસરે હાજર મહેશ પાટિલે ભાઉસાહેબનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે તે આજે પણ શિવસેના માટે કામ કરી રહ્યા છે અને શિવસેના પાર્ટી પ્રમુખ બાળાસાહેબ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના વિચારોને આગળ વધારી રહ્યા છે. તેમણે પોતાને જમીની કાર્યકર્તા જણાવતા કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ આ સરકારમાં અનેક વર્ષોથી અટકેલા કામ ઝડપથી કરવામાં આવી રહ્યા છે.