`ગદ્દાર સરકારને કારણે ગુજરાત ગયો 22000 કરોડનો પ્રૉજેક્ટ`-આદિત્યનો સરકાર પર હુમલો

28 October, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray)શિંદે-ફડણવીસ સરકાર પર નિશાન સાધ્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, આખરે મહારાષ્ટ્રમાં પ્રૉજેક્ટ આવવાનો હતો, તે પાડોશી રાજ્ય પાસે કેવી રીતે ગયો.

આદિત્ય ઠાકરે (ફાઈલ તસવીર)

વેદાંત-ફૉક્સકૉન બાદ હવે મહારાષ્ટ્રમાં (Maharashtra) આગામી તાતા-ઍરબસ સી-295 પરિવહન વિમાન પરિયોજના (Tata-Airbus Project)પણ ગુજરાત (Gujarat) ગઈ છે. 22000 કરોડ રૂપિયાનો મોટો પ્રૉજેક્ટ ગુજરાત ગયા પછી મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજનૈતિક વિવાદ (Politics) છેડાયો છે. આ માટે ઠાકરે જૂથે શિંદે-ફડણવીસ (Shinde-Fadnavis Government) સરકારને જવાબદાર ઠેરવ્યા છે. તો આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray)શિંદે-ફડણવીસ સરકાર પર નિશાન સાધ્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, આખરે મહારાષ્ટ્રમાં પ્રૉજેક્ટ આવવાનો હતો, તે પાડોશી રાજ્ય પાસે કેવી રીતે ગયો.

આદિત્ય ઠાકરેએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "શું રાજ્ય સરકાર આનો જવાબ આપશે કે પ્રૉજેક્ટ બહાર કેમ ચાલ્યા ગયા? આ ચોથો પ્રૉજેક્ટ છે જે મહારાષ્ટ્રમાં ગદ્દાર સરકારના સત્તામાં આવ્યા બાદ રાજ્યમાંથી ચાલ્યો ગયો છે. આ દાવો કરે છે કે તેમની પાસે ડબલ એન્જિનવાળી સરકાર છે. કેન્દ્ર સરકારનું એક એન્જિન ભલે કામ કરી રહ્યું હોય, પણ રાજ્ય સરકારનું એન્જિન ફેલ થઈ ગયું છે."

આદિત્ય ઠાકરેએ આરોપ મૂક્યો, "મુખ્યમંત્રી શિંદે મોટાભાગે દિલ્હી જતા હોય છે પણ ત્યાં તે પોતાને માટે જાય છે ન તો મહારાષ્ટ્ર માટે. મેં તેમને ક્યારેય એ કહેતા નથી સાંભળ્યા કે તાતા-ઍરબસ પ્રૉજેક્ટ મહારાષ્ટ્રમાં આવવું જોઈતું હતું. વેદાંતા ફૉક્સકૉન, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક અને હવે તાતા ઍરબસ સહિત પ્રૉજેક્ટ્સ ગુજરાત ચાલ્યા ગયા છે."

આ પણ વાંચો : સેમી કન્ડક્ટર કંપની કેમ ગુજરાતમાં ગઈ?

તો, આદિત્ય ઠાકરેના આ પ્રશ્નનો બીજેપી તરફથી જવાબ આપવામાં આવ્યો છે. શિંદે-ફડણવીસ સરકારમાં ઉદ્યોગ મંત્રીના પદ પર બિરાજમાન ઉદય સામંતે આદિત્ય ઠાકરે પર પલટવાર કર્યો છે. ઉદય સામંતે કહ્યું કે, "છેલ્લે મહા વિકાસ આઘાડી સરકારે પ્રસ્તાવિત પરિયોજનાને લઈને કોઈ પગલા ઉઠાવ્યા નહોતા. આ પ્રૉજેક્ટ માટે 21 સપ્ટેમ્બર 2021ના રોજ ડીલ સાઇન કરવામાં આવી હતી. પણ હવે કેટલાક વિરોધીઓ જાણીજોઈને ભ્રમ પેદા કરી રહ્યા છે. સામતે આરોપ મૂક્યો છે કે વિરોધી ટીકા કરનારા અન્ય લોકોમાં ભ્રમ પેદા કરવા સિવાય બીજું કશું કરતા નથી."

Mumbai mumbai news maharashtra eknath shinde devendra fadnavis aaditya thackeray