04 January, 2025 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઠ લાખ ભક્તોએ સાંઈબાબાનાં દર્શન કર્યા
નાતાલનું વેકેશન અને નવા વર્ષની ઉજવણી શિર્ડીના સાંઈબાબા મંદિરને ખૂબ ફળ્યાં છે. ૨૫ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી દરમ્યાન આઠ લાખ ભક્તોએ સાંઈબાબાનાં દર્શન કરીને ૧૬,૬૧,૮૦,૦૦૦ રૂપિયાનું દાન અર્પણ કર્યું હોવાનું મંદિરના અધિકારી ગોરક્ષ ગાડિલકરે ગઈ કાલે કહ્યું હતું. મોટી સંખ્યામાં મંદિરમાં ઊમટેલા ભક્તોએ બાબાનાં દર્શન કરીને કૅશ રકમની સાથે સોનાના દાગીના, ચેક ઉપરાંત ઑનલાઇન ડોનેશન આપ્યું હતું.