25 September, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્મિલા ઠાકરે
બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નરાધમ અક્ષય શિંદેનું સોમવારે પોલીસના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાજ ઠાકરેનાં પત્ની શર્મિલાએ પોલીસની પીઠ થાબડી છે અને ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ વિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના થાણેના જિલ્લાધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યું હતું કે ‘અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી સંજય શિંદે અને નીલેશ મોરેને શર્મિલા ઠાકરેએ ૫૧-૫૧ હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. રૂપિયા મહત્ત્વના નથી, પણ આરોપી હોવા છતાં પોલીસ પર ફાયરિંગ કરનારાને આવો જ જવાબ આપવો જોઈએ. જે થયું એ યોગ્ય જ થયું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે અમારી સરકાર હોત તો માસૂમ બાળકીઓ પર નજર બગાડનારા અક્ષય શિંદેનું એન્કાઉન્ટર જ કર્યું હોત. આથી આ ઘટનાનું અમે સમર્થન કરીએ છીએ.’