૩૦ વર્ષ પછી શરદ પવાર લાલબાગચા રાજાને નતમસ્તક

10 September, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં ૧૯૯૪માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે દર્શન કર્યાં હતાં

શરદ પવારે ગઈ કાલે બપોરે જમાઈ સદાનંદ સુળે અને દોહિત્રી રેવતી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને પક્ષના ભાગલા પડ્યા બાદ પોતાની પાર્ટીને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP - શરદચંદ્ર પવાર) નામ આપનાર શરદ પવારે ગઈ કાલે ૩૦ વર્ષ પછી જમાઈ સદાનંદ સુળે અને દોહિત્રી રેવતી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. ૧૯૯૪માં શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે છેલ્લી વખત લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. શરદ પવારે અચાનક ગણપતિબાપ્પાનાં દર્શન કરવાથી ચર્ચા શરૂ થઈ છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજ વિશે જવલ્લે જ બોલે છે અને મંદિરોમાં દર્શન કરવાનું મોટા ભાગે ટાળે છે, પણ હવે રાજકીય સ્થિતિ બદલાતાં આવું કરી રહ્યા છે. 

sharad pawar lalbaugcha raja lalbaug nationalist congress party political news ganpati