શરદ પવારથી હિન્દુ ધર્મને જોખમ

13 September, 2024 06:18 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

આધ્યાત્મિક સંગઠનના પ્રમુખ આચાર્ય તુષાર ભોસલેએ નાશિકમાં આંદોલન વખતે કહ્યું...

નાશિકમાં શરદ પવાર સામે આંદોલન કરી રહેલા સાધુ-સંતો.

નાશિકમાં બે દિવસ પહેલાં સંભાજી બ્રિગેડના અધિવેશનમાં મંચ પરથી પ્રભુ રામચંદ્ર અને શ્રી સ્વામી સમર્થ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ સમયે શરદ પવાર હાજર હોવા છતાં તેમણે આ વિશે કંઈ નહોતું કહ્યું. આથી શરદ પવાર હિન્દુવિરોધી છે એમ કહીને સાધુ-સંતના નેતૃત્વમાં આધ્યાત્મિક સંગઠને ગઈ કાલે નાશિકમાં આંદોલન કર્યું હતું. આ સમયે સંગઠનના પ્રમુખ આચાર્ય તુષાર ભોસલેએ કહ્યું હતું કે ‘જે માણસ હિન્દુ ધર્મનું અપમાન કરે છે તે માણસ શરદ પવારનો છે. જેવી રીતે પાકિસ્તાન આતંકવાદને પોષે છે એવી જ રીતે હિન્દુવિરોધી વિચાર ધરાવનારાઓને શરદ પવાર પોષે છે. જેમ મુસ્લિમ આતંકવાદી સંગઠનોથી હિન્દુ ધર્મને જોખમ છે એવું જ જોખમ શરદ પવારથી છે. હિન્દુવિરોધીઓને તેઓ પીઠબળ આપે છે. અત્યાર સુધીની ઘટનાઓમાં જોવા મળ્યું છે કે હિન્દુવિરોધી નિવેદન આપનારાઓનો સંબંધ શરદ પવાર સાથે હોય જ છે. આવું એકાએક ન બને.’

mumbai news mumbai nashik sharad pawar political news maharashtra maharashtra news