09 June, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar Threat)ને ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ એનસીપી સાંસદ અને પવાર (NCP Sharad Pawar)ની પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule)ના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police)ને મળવા ગયું હતું. NCPનું પ્રતિનિધિમંડળ જાનથી મારી નાખવાની ધમકી આપતા ટ્વિટર હેન્ડલ સામે કાર્યવાહીની માંગ કરશે.
શરદ પવાર (Sharad Pawar)ને મળેલી ધમકી વિશે માહિતી આપતાં NCP સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule)એ કહ્યું કે તેમને પવાર માટે વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી હતી. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરવા આવ્યા છીએ. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને આ તરફ ધ્યાન આપવાની માગણી કરું છું. આવા કૃત્યો ગંદુ રાજકારણ છે અને તે બંધ થવું જોઈએ. સુલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. હું માનનીય અમિત શાહને વિનંતી કરું છું કે કૃપા કરીને મહારાષ્ટ્ર પર ધ્યાન આપો, અહીં શું થઈ રહ્યું છે.
ભાજપના નેતાએ કહ્યું ઔરંગઝેબનો પુનર્જન્મ
ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નિતેશ રાણેએ ગુરુવારે (8 જૂન) એનસીપી વડા શરદ પવાર (Sharad Pawar)ને ઔરંગઝેબનો પુનર્જન્મ ગણાવ્યો હતો. નિતેશ રાણેએ ટ્વીટર પર લખ્યું કે ચૂંટણી નજીક આવતાં જ પવાર મુસ્લિમ સમુદાય માટે ચિંતિત થઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે શરદ પવાર ઔરંગઝેબનો પુનર્જન્મ છે.
આ પણ વાંચો: Cyclone Biparjoy:ચક્રવાત બિપરજોય વધુ ખતરનાક, જાણો કયા રાજ્યોમાં જોવા મળશે અસર
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેનું આ નિવેદન સામે આવ્યા બાદ શુક્રવારે (9 જૂન) એનસીપીએ મુંબઈ(Mumbai)માં જેલ ભરો આંદોલનનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન શરદ પવાર(Sharad Pawar)ને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. NCP સાંસદ સુપ્રિયા સુલે આ મામલે મુંબઈના પોલીસ કમિશનર(Mumbai Police)ને મળ્યા હતા.
ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ઔરંગઝેબના મુદ્દે ભાજપની ટીકા કરી છે. દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું હતું. જે બાદ નિતેશ રાણેએ ટીકા કરી હતી કે સંજય રાઉત ભાંડુપના દેવાનંદ છે. નિતેશ રાણેએ સિંધુદુર્ગમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે સંજય રાઉતની ટીકા કરી છે. નિતેશ રાણેએ એનસીપી પ્રમુખ શરદ પવારની પણ ટીકા કરી છે.
સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મામલે પગલાં લેવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે આવા કૃત્યો ગંદી રાજનીતિ છે અને તેને રોકવી જોઈએ.