Shaan Building Fire: જાણીતા સિંગર શાનની બિલ્ડિંગમાં ભભૂકી આગ, ફાયર વિભાગની ગાડીઓ દોડી

24 December, 2024 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shaan Building Fire: ફાયર વિભાગની કુલ ૧૦ ગાડીઓ આગ બુઝાવવા માટે અને ત્યાં રહેતા લોકોને બચાવવા માટે દોડી આવી હતી. 

સિંગર શાન અને તેની બિલ્ડિંગમાં લાગેલ આગનું દૃશ્ય

મુંબઈમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે વહેલી સવારે બાંદ્રા પશ્ચિમ વિસ્તારની એક રહેણાંક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી છે. થયો છે. ફોર્ચ્યુન એન્ક્લેવનાં સાતમા માળે ભીષણ આગ ફાટી હોવાનાં અહેવાલ સામે આવી રહ્યા છે. આ દરમિયાન જ બિલ્ડિંગના અગિયારમા માળે બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર શાનનો ફ્લેટ (Shaan Building Fire) છે ત્યાં પણ આગ ફાટી હતી.

અત્યારે તો મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં સિંગર શાનના ફ્લેટમાં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે તો એવી માહિતી છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

મંગળવારની વહેલી સવારે લગભગ 1.45ની આસપાસ આ ઘટના (Shaan Building Fire) બની હતી. આ બાબતે તાબડતોબ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો ફોર્ચ્યુન એન્ક્લેવમાં આગ ઓલવવા માટે પહોંચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગની કુલ ૧૦ ગાડીઓ આગ બુઝાવવા માટે અને ત્યાં રહેતા લોકોને બચાવવા માટે દોડી આવી હતી. 

કયા કારણોસર આ આગ ફાટી નીકળી હતી?

અત્યારે તો પ્રાથમિક તપાસમાં (Shaan Building Fire) એવું સામે આવ્યું છે કે આ જે આગ ફાટી નીકળી હતી તે શોર્ટ સર્કિટના કારણે જ લાગી છે. શોર્ટ સર્કિટ થવાથી આ આગ લાગી હોઈ શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. આ સંદર્ભે વધુ માહિતી થોડી જ વારમાં આવશે.

વૃદ્ધ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી 

પ્રાપ્ત અહેવાલો એવું જણાવી રહ્યા છે કે આ ઘટના બાદ આ જ બિલ્ડિંગ (Shaan Building Fire)માં રહેતા એક 80 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થવા લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા જ આ મહિલાને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં આ મહિલાની હાલત નાજુક છે અને હોસ્પિટલે માહિતી આપી છે કે તેની ICUમાં સારવાર ચકી રહી  છે.

માનખૂર્દમાં ભંગારનાં ગોડાઉનમાંપણ ફાટી હતી આગ – ૩૦થી વધારે વેરહાઉસને નુકસાન થયું

હજી સોમવારે તો મુંબઈના માનખૂર્દમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી હતી. અહીં એક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા હોહા મચી જવ પામી હતી, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ માનખુર્દના કુર્લા સ્ક્રેપ માર્કેટમાં આ જે આગ ફાટી નીકળી હતી તેમાં 30થી 40 વેરહાઉસ નાશ પામ્યા હોવાની માહિતી છે. તામને જણાવી દઈએ કે કુર્લા સ્ક્રેપ માર્કેટ ભૂતકાળમાં પણ આવી જ આગની અનેક ઘટનાઓ બની ચૂકી છે.

mumbai news mumbai bandra fire incident shaan mumbai police