એન્ટિલિયા બોમ્બ કેસ મામલે સિપાહી કાઝીને જામીન, પુરાવાનો નાશ કરવાનો હતો આરોપ

23 December, 2022 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરોપ છે કે કાઝીએ સસ્પેન્ડેડ પોલીસ ઓફિસર સચિન વજે સાથે મળીને પુરાવાનો નાશ કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટ(Bombay High court) શુક્રવારે ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ રિયાઝુદ્દીન કાઝીને જામીન આપ્યા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ના ઘર પાસે એક વાહનમાં વિસ્ફોટકો મળી આવવાના સંબંધમાં કાઝીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે કાઝીએ સસ્પેન્ડેડ પોલીસ ઓફિસર સચિન વજે સાથે મળીને પુરાવાનો નાશ કર્યો હતો.

જ્યારે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર જિલેટીનની સ્ટીક ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. તે સમયે સચિન વજે સાથે કામ કરતા કાઝી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ(Mumbai crime Branch)ના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં પોસ્ટેડ હતા. કાઝી પર આઈપીસી કલમ 120-બી (ગુનાહિત ષડયંત્રનો પક્ષ) અને 201 (ગુનાનો પુરાવો) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે 13 માર્ચે સચિન વજેની ધરપકડ બાદ કાઝીની ભૂમિકા સામે આવી હતી.

આ પણ વાંચો: હવે સાઉથ મુંબઈના કાપડબજારના વેપારીઓ પાસે મગાય છે ખંડણી

શું છે સમગ્ર મામલો

હકીકતમાં, 25 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર ત્યજી દેવાયેલા વાહનમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વાહન અંગે વેપારી હિરેન મનસુખે ચોરી થઈ હોવાનો દાવો કર્યો હતો. આ પછી ગયા વર્ષે 5 માર્ચે મનસુખ મુંબઈ નજીક થાણે જિલ્લામાં એક નાળામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો: બહેનનો પ્રાણીપ્રેમ ભાઈને ભારે પડ્યો

આ કિસ્સાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. બાદમાં આ કેસમાં મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ પર ગેરકાયદે વસૂલાતનો આરોપ લાગ્યો હતો. તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ગેરકાયદે વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. દેશમુખ અને વજે હજુ પણ જેલમાં છે.

mumbai news mukesh ambani bombay high court mumbai police mumbai crime branch