ઉદ્ધવ સાહેબ, તમને શરમ કેમ નથી આવતી?

11 May, 2024 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બબ્લાસ્ટના આરોપીને રૅલીમાં જોઈને અભિનેત્રી કેતકી ચિતળેએ કહ્યું હતું.

મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે

મુંબઈ નૉર્થ-વેસ્ટ લોકસભા બેઠકના ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકરના પ્રચાર માટેની રૅલીમાં મુંબઈમાં ૧૯૯૩માં કરવામાં આવેલા બૉમ્બધડાકાનો આરોપી ઇકબાલ મૂસા ઉર્ફે બાબા ચૌહાણ જોવા મળ્યો હતો. આ વિશે વિવાદાસ્પદ નિવેદન આપવા માટે જાણીતી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો હતો કે ‘શરમ કેમ નથી આવતી ઠાકરે તમને? લકી પેટ્રોલ પમ્પ ઉડાવ્યો (અમને એ સમયે લાગ્યું હતું કે ટ્રકનું ટાયર ફાટ્યું છે) હતો એના આરોપીને સ્ટાર પ્રચારક તરીકે ફેરવી રહ્યા છો. કીર્તિકરને આમ પણ હું મત નહોતી આપવાની, પણ આજે બાળાસાહેબને લીધે જે ૦.૦૦૦૧ ટકા તમારા પર આદર હતો એ તમે માટીમાં મેળવવામાં સફળ થયા. ગુસ્સો, ચીડ, દ્વેષ કે સંતાપ નથી થતાં; આવે છે માત્ર દયા.’

ઉલ્લેખનીય છે કે કેતકી ચિતળેએ બે વર્ષ પહેલાં ફેસબુક પર શરદ પવારની ટીકા કરતી એક કવિતા પોસ્ટ કરી હતી ત્યારે થાણેના કળવા પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી સામે સમાજમાં દ્વેષની ભાવના ફેલાવવા બદલ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news mumbai uddhav thackeray Lok Sabha Election 2024 shiv sena