18 May, 2023 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડે (ફાઈલ તસવીર)
ડ્રગ્સ કેસ બાદ ઉઘરાણી મામલે સમીર વાનખેડે અને દિલ્હીમાં બેઠેલા તેમના બૉસ વચ્ચે સીક્રેટ ચેટ સામે આવી છે. આમાં જોઈ શકાય છે કે અધિકારી વાનખેડે પર આર્યન ખાનની(Aryan Khan) કસ્ટડી માટે દબાણ બનાવે છે.
મુંબઈના (Mumbai) 25 કરોડની ઉઘરાણી મામલે દિવસે ને દિવસે નવી વાતો સામે આવી રહી છે. ઉઘરાણીમાં સામેલ હોવાના આરોપી અને આર્યન ખાનની ધરપકડ કરનાર એનસીબી મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની કેટલીક વૉટ્સએપ ચેટ્સ સામે આવી છે. આ ચેટ વાનખેડે અને દિલ્હીમાં તેમના બૉસ વચ્ચે થઈ હતી. આમાં જોઈ શકાય છે કે દિલ્હીના (Delhi) બૉસ તરફથી સમીર વાનખેડેને આર્યન ખાનને કસ્ટડીમાં લેવાની વાત કહેવામાં આવી હતી. સમીર વાનખેડેના વકીલે પણ આ જ કહ્યું હતું કે તેમના દિલ્હીમાં બેઠેલા બૉસએ જ આર્યન ખાનની ધરપકડ કરવા માટે દબાણ કર્યું હતું.
આ પણ આરોપ છે કે સમીર વાનખેડેને કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં એકમાત્ર ગવાહ કેપી ગોસાવી દ્વારા આર્યનના પરિવાર પાસેથી ઉઘરાણી કરાવે. આ વાતચીત સમીર વાનખેડે અને તેમના ડિપ્ટી ડીજી એનસીબી સાયા વચ્ચે થઈ હતી. સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેમના બૉસ ઈચ્છતા હતા કે સમીર કોઈક રીતે આર્યન ખાનની કસ્ટડી લંબાવી લે.
આ ચેટમાં જોઈ શકાય છે કે ડિપ્ટી ડિરેક્ટર જનરલ એનસીબી મુથા અશોક જૈન સમીર વાનખેડેને મક્કમતાથી લડવા માટે કહે છે. જૈને વાનખેડેને કહ્યું કે સરકારી વકીલ આર્યન કાનની રિમાન્ડ લેવાનો સંપૂર્ણય પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે એનસીબીના ડીજી તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર બાદ તેમણે વાનખેડેને એ પણ પૂછ્યું કે શું તેમને વધારાના સપૉર્ટની જરૂર છે.
આ પણ વાંચો : અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ ખાધી મુંબઈની આ જાણીતી વાનગી, આ રીતે કર્યા વખાણ
મુથા અશોક જૈને કહ્યું કે તે ઈન્દોર અને અમદાવાદથી પણ અધિકારીઓને તેમની મદદ માટે મોકલી રહ્યા છે. ત્યાર બાદ વાનખેડેએ તેમનો આભાર માન્યો. આ સિવાય ચેટમાં એનસીબી અધિકારી જ્ઞાનેશ્વર સિંહ અને સમીર વાનખેડે વચ્ચે વાતચીતનો પણ ભાગ છે.