14 એપ્રિલથી મુંબઈ-ગોવા તેજસ એક્સપ્રેસમાં થશે મોટો ફેરફાર, મુસાફરોને મળશે આ ખાસ સુવિધા

12 April, 2023 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

14 એપ્રિલથી મુંબઈ અને ગોવાના કરમાલી વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ(Mumbai Goa Tejas Express)માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જાણો કેવી હશે આ અદ્ભૂત સુવિધા...

પ્રતિકાત્મક તસવીર

14 એપ્રિલથી મુંબઈ અને ગોવાના કરમાલી વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ(Mumbai Goa Tejas Express)માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ટ્રેનમાં અન્ય વિસ્ટાડોમ કોચ (Vistadom Coach)ફીટ કરવામાં આવશે. આ સાથે જ મુસાફરો મુસાફરી દરમિયાન આસપાસના શ્રેષ્ઠ દૃશ્યોનો આનંદ માણી શકશે. મધ્ય રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી હતી.

મુસાફરો અદભૂત નજારો માણી શકશે
વિસ્ટાડોમ કોચમાં કાચની બારીઓ અને પારદર્શક છત હોય છે. આ કોચ મુંબઈથી પૂણે અને ગોવા રેલ વિભાગમાં મુસાફરી કરતા મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય છે. મુંબઈ અને ગોવા વચ્ચેની સફર દરમિયાન ધોધ, નદીઓ, ટનલ, લીલાછમ મેદાનો અને ખાડીઓના કોંકણ પટ્ટાનો અદભૂત નજારો જોવા મળે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈ-કરમાલી તેજસ એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ લગાવવામાં આવ્યો હતો.

દેશની પ્રથમ ટ્રેન જેમાં બે વિસ્ટાડોમ કોચ છે
અધિકારીઓએ જણાવ્યું કે આ ક્લાસના વધુ એક કોચના ઉમેરા સાથે આ ટ્રેન દેશની પ્રથમ એવી ટ્રેન બની જશે જેમાં બે વિસ્ટાડોમ કોચ હશે. વિસ્ટાડોમ કોચમાં એલઇડી લાઇટ, `રોટેબલ` સીટો અને જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ સહિતની અત્યાધુનિક સુવિધાઓ છે.

આ પણ વાંચો: ગોવાની યુવતીને બહેરીન લઈ ગયા, ડરાવી ધમકાવી નોકરાણી બનાવી, મુંબઈ પોલીસે કરી મદદ

વિસ્ટાડોમ કોચ સુવિધાઓ

mumbai news mumbai indian railways goa