ક્રેડિટ કાર્ડનું સમય પર પેમેન્ટ ન કરનારા ગ્રાહક પાસેથી બૅન્ક હવે ગમે એટલું વ્યાજ વસૂલ કરી શકશે

22 December, 2024 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર કેટલું વ્યાજ લઈ શકાય એને લગતો NCDRCએ ૨૦૦૮માં આપેલો ચુકાદો સુપ્રીમ કોર્ટે પલટાવ્યો : NCDRCએ ૩૦ ટકાની લિમિટ રાખી હતી

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર કેટલું વ્યાજ લઈ શકાય એને લગતો NCDRCએ ૨૦૦૮માં આપેલો ચુકાદો સુપ્રીમ કોર્ટે પલટાવ્યો : NCDRCએ ૩૦ ટકાની લિમિટ રાખી હતી

ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પાસેથી ૩૦ ટકાથી વધારે વ્યાજ ન લઈ શકાય એવા નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)ના આદેશ પર અસહમતી દર્શાવીને સુપ્રીમ કોર્ટે આ લિમિટ હટાવી દીધી હતી. ૧૬ વર્ષ જૂના આ કેસમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક, સિટી બૅન્ક, અમેરિકન એક્સપ્રેસ અને શાંઘાઈ બૅન્કે ૨૦૦૮માં NCDRCએ આપેલા ઑર્ડરને સુપ્રીમ કોર્ટમાં ચૅલેન્જ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ એ થાય છે કે બૅન્ક ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પાસેથી ગમે એટલું વ્યાજ લઈ શકે છે અને એને અનફેર ટ્રેડ પ્રૅક્ટિસ નહીં કહી શકાય. ૨૦૦૮માં NCDRCએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ‘જે ક્રેડિટ કાર્ડ હોલ્ડર સમય પર પેમેન્ટ ન કરે તેમની પાસેથી પણ ૩૦ ટકાથી વધારે વ્યાજ વસૂલ ન કરી શકાય. બૅન્કવાળા આટલું ઊંચું વ્યાજ લેવાની સાથે ટ્રેડર તેમ જ સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી પણ કમિશન લેતા હોય છે. જે ધિરાણ લેનારાઓ સમયસર પેમેન્ટ ન કરે તેની પાસેથી બૅન્કવાળા ૩૬થી ૪૯ ટકા જેટલું ઊંચું વ્યાજ લેતા હોવાથી એને કોઈ પણ રીતે વાજબી ન ગણાવી શકાય.’

supreme court news mumbai mumabi news