18 June, 2023 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
સંજય રાઉતે (Sanjay Raut) દાવો કર્યો છે કે એકવાર જો તેમની સરકાર બની ગઈ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહ (Amit Shah) પણ તેમની પાર્ટીમાં સામેલ થશે.
શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે તમામ મુદ્દાઓને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું, "તમે (શિંદેની શિવસેના (Shiv Sena)) કેમ કહી રહ્યા છો કે મુંબઈ પર કબજો મેળવી લેવાશે? મુંબઈ તુમ્હારે બાપ કી હૈ? હિંમત છે તો ચૂંટણીમાં ઊતરો. પાકિસ્તાનમાં ત્રણ-ત્રણ `અ` ચાલે છે અલ્લાહ, અમેરિકા અને આર્મી અને ભારતમાં સીબીઆઈ, ઈડી અને ઇનકમ ટેક્સ." રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અન્ય બધા લોકો બીજેપીમાં ખોટા છે.
સંજય રાઉતે દાવો કરતા કહ્યું કે, "સરકાર અમારી આવવા દો, બીજા જ દિવસે નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ (Amit Shah), અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અમારી પાર્ટીમાં પ્રવેશ કરશે, પણ તેમને પાર્ટીમાં લેવા છે કે નહીં આનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "વાઘની ખાલ પહેરેલા ભેડિયા ગયા ગોરેગાંવ, અહીં દેખાય છે માત્ર ખરા વાઘ."
બિપરજૉયને લઈને શું બોલ્યા સંજય રાઉત?
ચક્રવાત `બિપરજોય` (Cyclone Biparjoy) વિશે સંજય રાઉતે કહ્યું, "પીએમ મોદીને લાગ્યું કે બિપરજોય એક મોટો પ્રોજેક્ટ છે, તેથી જ તેમણે તેને ગુજરાતમાં (Gujarat) મોકલ્યો છે. શિવસેના (Shiv Sena) પાસે ડુપ્લિકેટ માલનો ઢગલો છે. અમારી પાર્ટી અબ્દુલ સત્તારના બોગસ બીજ નથી, આ છે બાળાસાહેબ ઠાકરેના સાચા બીજ. અમારી શિવસેના (Shiv Sena)ને કોઈ ચોરી ન શકે, અમારા પિતા બાળાસાહેબ ઠાકરે છે."
સંજય રાઉતનો કેન્દ્ર સરકાર પર હુમલો
જેપી નડ્ડા, અમિત શાહ (Amit Shah)નું નામ લેતા તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારના અનેક નેતા ઘણીવાર મુંબઈ (Mumbai) આવે છે. આ લોકોને લાગે છે કે મુંબઈ પર કબજો થઈ જશે. અમારી લડાઈ મહારાષ્ટ્રના ગદ્દાર વિરુદ્ધ છે. સુપ્રીમ કૉર્ટે પણ આ સરકારને બર્ખાસ્ત કરી દીધી છે. કૉર્ટ માત્ર મૃત્યુની સજા આપે છે, પણ ફાંસી આપવા માટે જલ્લાદની જરૂર હોય છે. હવે આગામી 50 દિવસોમાં સરકારને શ્રદ્ધાંજલિ આપવાનું કામ કરવાનું છે."
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આજે મુંબઈમાં એકનાથ શિંદે અને બીજેપી પર આકરા હુમલા કર્યા છે. તેમણે કહ્યું કે એકનાથ શિંદેમાં કેટલી હવા છે તે મને ખબર છે. રાઉતે એ પણ કહ્યું કે તે કોઈ કાયદો નથી માનતા. કાયદો ગયો ચૂલામાં.
સંજય રાઉતે કહ્યું કે અમિત શાહ સાથે અમારો કોઈ વ્યક્તિગત ઝગડો નથી. થોડાંક દિવસ પહેલા બિપરજૉય નામનો તોફાન આવ્યો હતો, મોદીને લાગ્યું કે આ કોઈ ઉદ્યોગ આવી રહ્યો છે, તેમણે પોતાના ગુજરાતમાં વાળી લીધો ગચો અને નુકસાન કરી લીધું. તેમણે આગળ ઊમેર્યું કે, "અરે કોણ એકનાથ શિંદે, અમે તમારું આખું જીવન જોયું છે, તમારી છાતીમાં કેટલી બવા છે, અમને ખબર છે."