સાવરકર માલમે ઉદ્ધવ બાદ હવે બોલ્યા સંજય રાઉત- હું દિલ્હી જઈને રાહુલ ગાંધીને...

27 March, 2023 02:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધીના સાવરકર પર આપેલા નિવેદન પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. જણાવવાનું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેરા નામ ગાંધી હૈ, સાવરકર નહીં મેં માફી નહીં માંગુંગા.

સંજય રાઉત (ફાઈલ તસવીર)

રાહુલ ગાંધીના સાવરકર પર આપેલા નિવેદન પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. જણાવવાનું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેરા નામ ગાંધી હૈ, સાવરકર નહીં મેં માફી નહીં માંગુંગા.

રાહુલ ગાંધીના (Rahul Gandhi) સાવરકર (Vinayak Damodar Savarkar) પર નિવેદન બાદ મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકારણ ગરમાયું છે. હવે સંજય રાઉતે ( Sanjay Raut) રાહુલ ગાંધીના હું વીર સાવરકર નથી વાળા નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "હું દિલ્હી જઈ રહ્યો છું. સાવરકર મામલે રાહુલ ગાંધી સાથે પોતે વાત કરીશ. તેમણે કહ્યું કે તે રાહુલ ગાંધી ચોક્કસ છે, પણ આમાં સાવરકરનું નામ વચ્ચે લેવાની જરૂર નથી." સંજય રાઉતે કહ્યું કે ન અમે હિંદુત્વ છોડ્યું છે કે ન તો હિંદુઓએ અમને છોડ્યા છે.

આ પહેલા સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકરે જે રીતે દેશ માટે કાળા પાણીની સજાને સ્વીકારી અને 14 વર્ષ જેલમાં રહ્યા. આ સરળ વાત નથી. અમને ખબર છે કારણકે અમે પણ જેલની સજા કાપીને આવ્યા છીએ. હવે તે વ્યક્તિ જીવીત વનથી. પોતાની વાત રજૂ કરવા માટે એવી વ્યક્તિ પર આ પ્રકારે કિચળ ઉછાળશો તો રાજ્યની જનતા તમને આકરો જવાબ આપી શકે છે.

આ પણ વાંચો : અતીક અહેમદને લઈને જાલૌન પહોંચી યુપી પોલીસની ટીમ: રસ્તામાં ત્રણવાર રોકાયો કાફલો

ઉદ્ધવ ઠાકરેએ પણ કરી હતી ટીકા
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાવરકરનું અપમાન ન કરવાની ચેતવણી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ આપી. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે સાવરકરને નમતા બતાવવાથી વિપક્ષી ગઠબંધનમાં તિરાડ પેદા થશે. ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે તે હિંદુત્વ વિચારક વી.ડી સાવરકરને પોતાના આદર્શ માને છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ નેતા વી.ડી. સાવરકરનું અપમાન કરતા બચે. નોંધનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધીએ સંસદની સભ્યતા ગયા બાદ બીજેપીને ઘેરતા કહ્યું હતું કે મારું નામ ગાંધી છે, સાવરકર નહીં હું માફી નહીં માગું.

Mumbai mumbai news maharashtra rahul gandhi uddhav thackeray sanjay raut