08 June, 2024 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત અને પ્રફુલ પટેલની ફાઇલ તસવીર
Sanjay Raut Slams BJP: તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલને મોટી રાહત આપવામાં આવી હતી. આ રાહત એટલે કે તેમના મુંબઈના વર્લી ખાતે આવેલા સીજે હાઉસમાં આવેલી ૧૮૦ કરોડ રૂપિયાની ફલેટની જપ્તી મની લોન્ડરિંગ કેસ હેન્ડલ કરતી સેફેમાં ટ્રિબ્યુનલ દ્વારા રદ્દ કરવામાં આવી છે.
સરકારની શપથવિધિ પહેલા પ્રફુલ પટેલને આ સૌથી મોટી રાહત કહી શકાય. હવે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંજય રાઉતએ આકરી ટીકા (Sanjay Raut Slams BJP) કરી છે. સંજય રાઉતે પ્રફુલ પટેલને મળેલી આ રાહતને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં ઇડી અને સીએબીને પણ નિશાના પર લીધી હતી. અને આ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ હોવાને લઈને કટાક્ષ કર્યો હતો.
પ્રફુલ પટેલને ઇડીએ રાહત નથી, પણ.... : સંજય રાઉત
સંજય રાઉતે પ્રફુલ પટેલને મળેલી રાહત પણ ટોણો મારતા કહ્યું હતું કે, "ઈડીએ પ્રફુલ પટેલને રાહત આપી નથી, પરંતુ ભાજપે રાહત આપી છે. ઈડી હોય કે સીબીઆઈ હોય.. પણ ભાજપ, મોદીજી, અમિત શાહએ તેમને રાહત આપી છે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ABVP, વનવાસી સંગઠનો... તે જ રીતે ઈડી, સીબીઆઈ એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાંચ છે. પ્રફુલ પટેલની ફાઈલો બંધ થાય છે, આશોક ચવ્હાણ, શિંદેની ફાઈલો બંધ થઈ રાઈ છે.”
શું છે આ સમગ્ર મામલો?
Sanjay Raut Slams BJP: તમને જણાવી દઈએ ઇડીએ ૨૦૨૨માં પ્રફુલ પટેલ, તેમની પત્ની અને તેમની કંપનીના માલિકીવાળા સીજે હાઉસમાં સાત ફ્લેટોને જપ્ત કર્યા હતા. આ જપ્તીની પુષ્ટિ પછીમાં PMLAના નિર્ણયકર્તા સત્તાધિકારીએ કરી હતી. આ સાથે જ ઇડીએ પ્રફુલ પટેલ પર આરોપ લગાવ્યો હતો કે આ સંપત્તિઓ ડ્રગ માફિયા ઇકબાલ મિર્ચી જે હવે હવે જીવિત નથી તેની વિધવા સાથે ગેરકાયદેસર કરેલા સોદા મારફતે પચાવી પાડવામાં આવી હતી.
ટ્રિબ્યુનલ દ્વારા તો એમ પણ કહેવામાં આવ્યું હતું કે FIR પર ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, તેમાં પટેલ અથવા તેમની પત્નીનું ક્યારેય આરોપી તરીકે નામ નહોતું. વર્ષ 2022માં ઇડીએ વર્લી સ્થિત CJ હાઉસની ચાર માળની સાત ફ્લેટોને પ્રોવિઝનલી અટૅચ કર્યા હતા જે કથિત રીતે પટેલ સાથે જોડાયેલા હતા. ED એ આ પગલું દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ લીધું હતું.
વિધાનસભામાં આનો બદલો લેવામાં આવશે: સંજય રાઉત
સંજય રાઉતે સરકાર પર આકરા પ્રહારો (Sanjay Raut Slams BJP) કરતાં જણાવ્યું હતું કે, "મહાવિકાસ આઘાડીને મહારાષ્ટ્રમાં સફળતા મળી છે. ૩૦ બેઠકોની સફળતા એ મોટી સફળતા કહેવાય! ઓછામાં ઓછી સાતથી આઠ બેઠકો આ બળજબરી, પૈસાની દહેશત, વહીવટ પર દબાણ, ચોરી, છેતરપિંડી... અમોલ કિર્તીકરનું ઉદાહરણ... આવા પ્રકારથી મેળવવામાં આવી છે. વિધાનસભામાં આનો બદલો લેવામાં આવશે"