`ક્યાંક લાલબાગ ચા રાજાને જ ગુજરાત ન લઈ જાય અમિત શાહ`- સંજય રાઉતનો કટાક્ષ

09 September, 2024 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે જે રીતે બીજેપી મુંબઈના વારસાને ગુજરાત એક્સપોર્ટ કરી રહી છે, ક્યાંક તે લાલબાગના રાજાને પણ ત્યાં લઈને ન જાય.

લાલબાગચા રાજા ખાતે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે ગૃહ પ્રધાન અમિત શાહ

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે જે રીતે બીજેપી મુંબઈના વારસાને ગુજરાત એક્સપોર્ટ કરી રહી છે, ક્યાંક તે લાલબાગના રાજાને પણ ત્યાં લઈને ન જાય. રાઉતે અમિત શાહની તાજેતરની મુંબી યાત્રા સંદર્ભે કહ્યું કે આ વખતે આવ્યા છો તો લોકોને ડર લાગવા માંડ્યો છે કે ક્યાંક તે લાલબાગના રાજાને ગુજરાત તો નહીં લઈ જાય ને. બીજેપીએ મુંબઈની સાંસ્કૃતિક વારસાને ગુજરાત લઈ જવાના પ્રયત્ન કર્યા છે. તેમણે મુંબઈની ઓળખના અન્ય પાસાંઓ સાથે પણ આવું જ કર્યું છે. આ વખતે, અમિત શાહ આવ્યા, તો લોકોને ડર હતો કે તે લાલબાગના રાજાને લઈ જઈ શકે છે, કારણકે તે કંઈપણ કરી શકે છે.

અમિત શાહે લાલબાગના રાજાની મુલાકાત લીધી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં મુંબઈમાં હતા. અહીં તેમણે લાલ બાગના રાજાને જોયા. અહીં કેટલાક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. તેણે સોમવારે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં અમિત શાહે લખ્યું છે કે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન અને પૂજા કરી હતી. હું ગણપતિ બાપ્પાને દરેકના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.

મુંબઈના લાલબાગ પ્રાઈડના રાજા
સંજય રાઉતે કહ્યું કે લાલબાગના રાજાની સંપત્તિ વધી રહી છે. તાજેતરમાં જ એક ઉદ્યોગપતિએ તેમને 17 કરોડ રૂપિયાનો તાજ આપ્યો હતો. ભક્તોની આસ્થાને કારણે ભગવાનનું અસ્તિત્વ છે. લાલબાગના રાજા મુંબઈનું ગૌરવ અને પ્રતિષ્ઠા છે.

સંજય રાઉતે શું કહ્યું?
શિવસેના (યુબીટી)ના નેતાએ કહ્યું કે લાલ બાગના રાજા સાથે અમારો ગાઢ સંબંધ છે. આ બંધન કોઈ તોડી શકે નહીં. પરંતુ ભાજપનું ટ્રેડ યુનિયન કંઈ પણ કરી શકે છે. રાઉતે કહ્યું કે બાળા સાહેબ ઠાકરેએ બોમ્બેને મુંબઈમાં પરિવર્તિત કરવા માટે એક ચળવળ શરૂ કરી હતી જેમાં ઘણા રાજકીય પક્ષોના લોકો સામેલ હતા. ઘણા સામાજિક લોકો પણ હતા. પરંતુ અમિત શાહ કહે છે કે તેમણે તે કર્યું. ઉદ્ધવ જૂથના નેતાએ કહ્યું કે કાલે તેઓ કહેશે કે અમે લાલ બાગ કા રાજાનું નિર્માણ કર્યું છે. મુંબઈ માટે 105 મરાઠીઓએ બલિદાન આપ્યું. તેઓ અમને તોડવા, ગરીબ બનાવવા અને બધું જ ગુજરાત લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj)ની પ્રતિમા ધસી પડવાની ઘટના પર માફી માગી છે. આ મામલે શિવસેના-યૂબીટી નેતા સંજય રાઉત (Sanjay Raut)ની પ્રતિક્રિયા આવી છે અને તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ રાજનૈતિક માફી માગી છે. માફી માગવાથી શિવાજીના અપમાનની ભરપાઈ નહીં થાય. પીએમ મોદીએ પુલવામા હુમલા માટે પણ માફી માગવી જોઈએ.

sanjay raut lalbaugcha raja amit shah gujarat news gujarat lalbaug mumbai news mumbai