02 January, 2023 09:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
બાળાસાહેબની શિવસેના (Shiv Sena) એટલે કે એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના પ્રવક્તા અને મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકર (Deepak Kesarkar)એ શિવસેનાના બન્ને જૂથના એક હોવાની વાત કહી છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) બન્ને પ્રતિદ્વંદ્વી જૂથોના એકીકરણ માટે આત્માવલોકન કરવા માટે પણ કહ્યું છે. જો કે, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથે કેસરકરની સલાહ ફગાવી દેતા શિંદે જૂથના ભવિષ્ય પર પ્રશ્ન ખડો કર્યો છે.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે (Sanjay Raut) દબાણપૂર્વ કહ્યું છે કે ઉદ્ધવ જૂથની શિવસેના જ ખરી શિવસેના છે. તેમણે એકનાથ શિંદે જૂથના નેતાની સલાહ ફગાવી દીધી છે. રાજ્ય સભા સાંસદ સંજય રાઉતે મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતી વખતે કહ્યું કે હવે આત્માવલોકન કરવાની જરૂર નથી અને આ પ્રકારની સલાહ પ્રતિદ્વંદ્વી જૂથની હતાશાને દર્શાવે છે.
દીપક કેસરકરે શું કહ્યું?
શિંદે જૂથની બાળાસાહેબ શિવસેનાના નેતા દીપક કેસરકરે રવિવારે કહ્યું હતું કે ઠાકરેએ આત્માવલોકન કરવું જોઈએ જેથી ખરેખર તેમના વિધેયકોના બહાર જવાનું કારણ ખબર પડે, આથી બન્ને પક્ષો વચ્ચેની કડવાશ પણ ઘટશે અને બન્ને જૂથોનું એકીકરણ શક્ય થશે.
સંજય રાઉતે કરી આ ભવિષ્યવાણી
ઉદ્ધવ ઠાકરેના નિકટતમ સહયોગી રાઉતે કહ્યું, "તેમની (કેસરકરની) સલાહ હતાશાને કારણે આવી છે. મહારાષ્ટ્રની જનાતએ દગાખોરોને વિધાનસભા કે લોકસભામાં ન મોકલવાનો નિર્ણય લીધો છે." તેમણે કહ્યું, "ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના જ ખરી શિવસેના છે. જો દગાખોરો અમને આત્માવલોકન માટે કહે છે તો આ મુશ્કેલ છે. આત્માવલોકનની જરૂર નથી. ઉદ્ધવ ઠાકરેની શિવસેના આગળ વધી રહી છે જે રીતે પહેલા વધી હતી." રાઉતે દાવો કર્યો છે કે શિંદે જૂથમાં પણ જુદાં જુદાં ભાગ છે, જે એકબીજા માટે જ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. તેમણે કહ્યું, "શિંદેની સરકાર નહીં ચાલે. અડધા વિધેયકો બીજેપીમાં સામેલ થઈ જશે અને આ જ તેમનું લક્ષ્ય છે કારણકે શિવસેના તેમનો સ્વીકાર નહીં કરે અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી."
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, સંજય રાઉતના કટ્ટર સમર્થક જોડાયા શિંદે જૂથમાં
જણાવવાનું કે ગયા વર્ષે જૂન મહિનામાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના એક જૂથે પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ બળવો કર્યો હતો જેના પછી પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ. ત્યાર બાદ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે જૂથની (મહાવિકાર આધાડી) સરકાર પડી ગઈ. ત્યાર બાદ બળવાખોર જૂથે બીજેપીના સમર્થન સાથે સરકાર બનાવી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા.