03 March, 2025 07:07 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સવારે બ્રેકફાસ્ટમાં લોકો તૈયાર મળતી ઇડલી ખાઈ લેતા હોય છે, પણ બૅન્ગલોરમાં તાજેતરમાં લેવામાં આવેલાં ૨૫૧માંથી ૫૪ સૅમ્પલોમાં કૅન્સર કરે એવા પ્લાસ્ટિકની ભેળસેળ જોવા મળી હતી. આ ઇડલી ખાવા માટે યોગ્ય નહોતી, કારણ કે આ ઇડલી તૈયાર કરતી વખતે એમાં પ્લાસ્ટિકની શીટ વાપરવામાં આવતી હતી અને સ્ટીમ કરતી વખતે પ્લાસ્ટિકનાં કેમિકલ ઇડલીમાં ભળી જતાં હતાં. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇડલી બનાવતી વખતે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ ખતરનાક છે અને એ શરીર માટે હાનિકારક છે. ઇડલી બનાવવા માટે પ્લાસ્ટિકની શીટ વાપરવામાં આવે છે ત્યારે એમાં રહેલાં ઝેરી કેમિકલ ઇડલીમાં ભળી જાય છે. આ કેમિકલમાં બાઇસ્ફિનૉલ થેલેટ અને ડાયૉક્સિનનો સમાવેશ છે. આ કેમિકલ આંતરડાને ખૂબ નુકસાન કરે છે. માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં જમા થતું રહે એ લાંબા ગાળે નુકસાન કરે છે. વળી આવાં કેમિકલ શરીરમાં હૉર્મોનલ બૅલૅન્સ બગાડી નાખે છે. એનાથી બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કૅન્સર થવાની શક્યતા રહે છે.