10 February, 2024 09:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન અને સમીર વાનખેડે
Sameer Wankhede Case: ઈડી દ્વારા સમીર વાનખેડે પર મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માગવાના કથિત મની-લોન્ડરિંગ કેસ પર IRS ઓફિસર સમીર વાનખેડે (Sameer Wankhede Case)ની પ્રતિક્રિયા સામે આવી છે. આ કેસ ED દ્વારા તેની સામે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ખાતરી આપી હતી કે તે તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે.
IANS મુજબ, સમીર વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર, ઑક્ટોબર 2021માં કોર્ડેલિયા ક્રુઝ શિપ પરના દરોડા દરમિયાન 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાના આરોપો અને CBI તપાસનો સામનો કરી રહ્યા છે, જે કેસ અભિનેતા શાહરૂખ ખાન સાથે સંબંધિત હતો. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મની લોન્ડરિંગ કેસ મામલે વાનખેડેએ જણાવ્યું કે,"ED એ 2023 માં એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) નોંધ્યો હતો. તે આશ્ચર્યજનક છે કે આ ECIR CBI FIR પર આધારિત છે જે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ પહેલેથી જ પ્રશ્ન હેઠળ છે." જો કે, તેણે ઉમેર્યુ કે આ મામલો ન્યાયાધીન હોવાથી, તે તેના પર વધુ કંઈ કહેશે નહીં, પરંતુ યોગ્ય સમયે કોર્ટમાં યોગ્ય જવાબ આપશે.
સમીર વાનખેડેએ પુનરોચ્ચાર કર્યો કે તેમને ભારતીય ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર તરીકે IRS અધિકારીનો કાર્યકાળ સીબીઆઈના સ્કેનર હેઠળ છે જેણે તેમની વિરુદ્ધ FIR નોંધી હતી.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરનાર EDએ હવે વાનખેડેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. IRS 2008 ના અધિકારી, વાનખેડેએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં ED દ્વારા કોઈપણ બળજબરીભર્યા પગલાંથી રક્ષણ મેળવવાની માંગ કરી હતી. ક્રુઝર કોર્ડેલિયા પર હાઇ-પ્રોફાઇલ NCB દરોડા દરમિયાન 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઓપરેશનમાં ચોક્કસ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા હતા.
વાનખેડે અને અન્ય લોકોએ દરોડામાં ક્ષતિઓ માટે NCB વિજિલન્સ તપાસનો સામનો કરવો પડ્યો. મે 2022માં પુરાવાના અભાવે આર્યન ખાન સામેના આરોપો રદ કરવામાં આવ્યા હતા. બહુચર્ચિત કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે એક `સ્વતંત્ર સાક્ષી`એ 2021માં દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડી દેવા માટે NCB અધિકારી અને સાક્ષી ગોસાવી સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.