10 February, 2024 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડે (ફાઈલ ફોટો)
Sameer Wankhede Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસ મની લોન્ડરિંગ મામલે નોંધવામાં આવ્યો છે. હવે EDએ આ કેસમાં સમીર વાનખેડે સામે તપાસ શરૂ કરી છે. આ સિવાય કેન્દ્રીય એજન્સીએ NCBના ત્રણ અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
5 કરોડની લાંચ માંગવાનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અભિનેતા શાહરૂખ ખાનના પુત્રને ડ્રગના કેસમાં નિર્દોષ છોડાવવા માટે તેના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચની કથિત રીતે માંગણી કરવા અંગે દાખલ કરવામાં આવેલી FIRની નોંધ લીધી છે.
વાનખેડે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા
કસ્ટમ્સ અને પરોક્ષ કર કેડરના 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ED દ્વારા કોઈપણ બળજબરીથી રક્ષણ મેળવવાની માંગ કરી છે.
શું છે મામલો?
વાસ્તવમાં, આર્યન ખાનની 2 ઓક્ટોબર, 2021ના રોજ કોર્ડેલિયા ક્રૂઝ શિપમાંથી ડ્રગ્સ મળવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનને નિર્દોષ છોડાવવા માટે લાંચની માંગણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
NCBની ફરિયાદ પર CBIએ વાનખેડે અને અન્યો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 388 (ખંડણીની ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો, ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ લાંચ સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ.
એક વર્ષ પછી, NCBએ ક્રૂઝ પર મળી આવેલા ડ્રગ્સના કેસમાં 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ આર્યન ખાનને ક્લીનચીટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પત્રકાર અને લેખક મનીષ પચૌલીના પુસ્તક CARTELના વિમોચન માટે એક ખાનગી કાર્યક્રય યોજાયો હતો. જેમાં તેના સ્વજનો અને નજીકના મિત્રોએ હાજરીએ આપી હતી. આ કાર્યક્રમમાં સમીર વાનખેડે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સમાજના યુવાનો અને બાળકો ડ્રગ્સની દુનિયાથી કેવી રીતે પ્રભાવિત થઈ રહ્યાં છે તે બાબત આ પુસ્તકમાં ઉજાગર કરવામાં આવી છે. ત્યારે સમીર વાનખેડેએ પણ આ મુદ્દે પોતાના વિચારો શેર કરતાં વેબ સિરીઝ અને ફિલ્મમાં ડ્રગ્સ સંબંધિત પ્રદર્શિત થતું કોન્ટેન્ટ યુવાનને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની વાત કરી હતી.આ સાથે જ તેમણે ડાર્ક વેબ અને ડ્રગ્સથી અંજાઈ રહેલી જનરેશનને ચેતવવા કહ્યું હતું.