Salman Khanના ઘરની બહાર પોલીસનો પહેરો, જવાન આખી રાત મીટ માંડીને બેઠા

20 March, 2023 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાન(Salman Khan)ને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસ ફુલ એક્શન મોડમાં આવી છે. ગેંગસ્ટરે લૉરેન્સે કહ્યું કે હવે હજી સમય છે બાકી સીધો ઝટકો જ મળશે....

સલમાન ખાન

બૉલિવૂડના `દબંગ` સલમાન ખાન (Salman Khan life)ના જીવન પર જોખમ મંડારઈ રહ્યું છે.ગેંગસ્ટર ગોલ્ડી બરાડે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે.જે બાદ ભાઈજાનના ઘરની બહાર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.આખી રાત મુંબઈ(Mumbai)ના જવાન સલમાન ખાન(Salman Khan House)નવા બ્રાન્દ્રા સ્થિત ઘરમાં ગેલેક્સની બહાર પહેરો લગાવીને બેઠા હતાં.પોલીસ ફુલઓન એક્શનમાં છે.તે ગેલેક્સીની બહાર ભીડ પણ એકઠી થવા દેતી નથી. 

18 માર્ચના રોજ સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો.જેમાં સલમાન ખાન સાથે વાત કરાવવા કહેવામાં આવ્યું.આ મેઈલ રોહિત ગર્ગ નામે મળ્યો છે.મેઈલમાં લખ્યું હતું કે ગોલ્ડી બરાડને તારા બૉસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે.ઈન્ટરવ્યુ જોઈ લીધું હશે કદાચ,અને જો ન જોયું હોય તો કહી દે કે જોઈ લે.મેટર ક્લોઝ કરવી છે તો વાત કરાવી દે.ફેસ ટુ ફેસ વાત કરવી હોય તો એમ કહો.હજી સમય રહેતા જાણ કરી દીધી છે બાકી હવે સીધો ઝટકો જ મળશે. 

આ પણ વાંચો: સલમાનને મળ્યો ધમકીભર્યો મેલ, પોલીસે લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી વિરુદ્ધ નોંધી FIR

ઈ-મેઈલ મળ્યા બાદ સલમાન ખાનના મેનેજરે મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી.મામલાની ગંભીરતાને ધ્યાને રાખી સલમાન ખાનની સુરક્ષા માટે બાન્દ્રા પોલીસે IPC કલમ 506 (2), 120(B)અને 34 હેઠળ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને રોહિત બરાચટ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.આ સાથે જ સલમાન ખાનના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે સલમાન ખાનને આવી ધમકી મળી હોય. ગત દિવસોમાં પણ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ જેલમાંથી અભિનેતાને ધમકી આપી હતી. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લૉરેન્સે 1998માં બ્લેક બક મામલે સલમાનને માફી માંગવા કહ્યું હતું. જો તે આવું નહીં કરે તો તેનો અંજામ ભોગવવા માટે તૈયાર રહેવા ધમકી આપી હતી. બિશ્નોઈની માંગ છે કે સલમાન ખાન તેના સમુદાયની માફી માંગે. ગેંગસ્ટરે કહ્યું કે બ્લેક બક મામલે હું બાળપણથી જ સલમાનથી નારાજ છું. તેમણે મારા સમુદાને પૈસાની રજૂઆત કરી હતી.  

 

 

Salman Khan bandra mumbai news mumbai mumbai police