24 October, 2024 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (ફાઈલ તસવીર)
1998ના કાળું હરણ શિકાર મામલે સુપરસ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. આ દરમિયાન, આખી ઘટના સાથે જોડાયેલી અનેક વાતો સામે આવી છે. Lawrence Bishnoiના પિત્રાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેમ આકો સમાજ ગેન્ગસ્ટર સાથે ઊભો છે.
કાળિયાર શિકાર કેસ બાદ સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કૌભાંડનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હવે સલમાન ખાનની પાછળ છે.
દરમિયાન, લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ એક ઈન્ટરવ્યુમાં સમગ્ર વિવાદ સાથે જોડાયેલી નવી વાતોનો ખુલાસો કર્યો છે. રમેશે જણાવ્યું કે કેવી રીતે સલમાન ખાન પોતાને બચાવવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હતો.
રમેશ બિશ્નોઈના કહેવા પ્રમાણે, સલીમ ખાન કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈ પૈસા માટે આ બધું કરી રહ્યા છે. હું તેમને યાદ કરાવવા માંગુ છું કે સલમાન ખાન સમાજના લોકોને મળ્યો હતો અને તેમને બ્લેન્ક ચેક આપ્યો હતો. બિશ્નોઈ સમુદાયે આ ઓફરને નકારી કાઢી હતી.
હરણના શિકાર બાદ બિશ્નોઈ સમાજનું લોહી ઉકળી રહ્યું હતું
રમેશ બિશ્નોઈએ જણાવ્યું કે હરણના શિકારનો મામલો સામે આવ્યા બાદ બિશ્નોઈ સમુદાયમાં સલમાન ખાન વિરુદ્ધ ભારે નારાજગી છે. લોકોનું લોહી ઉકળી રહ્યું હતું. આ જ કારણે આજે લોરેન્સ બિશ્નોઈ જે પણ કરી રહ્યા છે તેને લોકો સમર્થન આપી રહ્યા છે.
રમેશના કહેવા પ્રમાણે, જ્યારે લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન પર નિશાન સાધ્યું ત્યારે અભિનેતાએ સમાજના લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમને મળ્યા હતા. જો અમને પૈસાની લાલચી હોત તો અમે સલમાન ખાનની ઑફર સ્વીકારી લીધી હોત.
જ્યારે સમાચાર આવ્યા કે સલમાન ખાને બિશ્નોઈ સમુદાયમાં પૂજાતા કાળા હરણનો શિકાર કર્યો છે, ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ લોકોએ મામલો કોર્ટ પર છોડી દીધો હતો. સમાજ કાળા હરણ માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.
સલમાન ખાનના નજીકના લોકો પણ ગભરાઈ ગયા છે
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગથી ખતરો છે. તાજેતરમાં જ સલમાન ખાનના નજીકના ગણાતા NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં પણ આ ગેંગનું નામ સામે આવ્યું છે. આ પછી બોલિવૂડમાં પણ ડર છે. સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ વર્ષે 24 એપ્રિલે નવી મુંબઈ પોલીસે પનવેલના એક ફાર્મહાઉસમાં સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના 18 સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બિશ્નોઈ ગેંગના સભ્યોએ મુંબઈમાં અભિનેતાના બાંદ્રા નિવાસની બહાર ગોળીબાર કર્યા પછી આ ઘટના બની હતી.