AK-47થી ઉડાવવાનો હતો સલમાન ખાનને! ભાઈજાનને મારવા માટે પાકિસ્તાનથી મંગાવાયા હથિયારો

01 June, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Attack: બૉલિવૂડના સ્ટાર સલમાન ખાનને મારી નાખવાની યોજના તેના ઘરે કરવામાં આવેલા ફાયરિંગ પહેલા બનાવવામાં આવી હતી

સલમાન ખાનની ફાઇલ તસવીર

બૉલિવૂડ (Bollywood) અભિનેતા સલમાન ખાન (Salman Khan) ની મુસીબતો તો જાણે પુર્ણ થવાનું નામ જ નથી લેતી, તેની જાન પર સતત ખતરો મંડાયા જ કરે છે. તાજેતરમાં જ સલમાન ખાન (Salman Khan Attack) ને મારવાના વધુ એક કાવતરાનો ખુલાસો થયો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેન્ગનો હાથ હતો. નવી મુંબઈ પોલીસ (Navi Mumbai Police) એ આ મામલે ચાર જણની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે પનવેલ (Panvel) માં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ માટે પાકિસ્તાન (Pakistan) ના હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર ખરીદવાની યોજના હતી. નવી મુંબઈ પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને ચાર લોકોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને એવી સૂચના મળી હતી કે જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈ, તેના કેનેડા (Canada) સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) અને સહયોગી ગોલ્ડી બ્રાર (Goldy Brar) સાથે મળીને પાકિસ્તાનના એક આર્મ્સ ડીલર પાસેથી AK-47, M-16 અને અન્ય અત્યાધુનિક હથિયારો ખરીદ્યા હતા. તેનો ઉપયોગ અભિનેતા સલમાન ખાનને મારવા માટે કરવાનો હતો.

ટિપ અનુસાર, આ પ્લાનમાં તેમનો ઉદ્દેશ્ય સલમાન ખાનની કારને રોકવાનો અથવા તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસ (Salman Khan Farmhouse in Panvel) પર હુમલો કરવાનો હતો. એવું પણ જાણવામાં આવ્યું છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ (Salman Khan House Firing) કરવા માટે બે શૂટરની ધરપકડના એક મહિના પહેલા આ પ્લાન બનાવ્યો હતો. નવી મુંબઈ પોલીસનું કહેવું છે કે, બાતમીના આધારે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે આ ષડયંત્રને અંજામ આપવા માટે ૬૦ થી ૭૦ કામદારોને કામે રાખ્યા હતા. જેમાં દરેકના કામની વહેંચણી કરવામાં આવી હતી. શૂટર તરીકે ૧૮ વર્ષથી નીચેના છોકરાઓનો ઉપયોગ કરવાની યોજના હતી. ગુનો કર્યા બાદ બધાએ કન્યાકુમારી (Kanyakumari) ભાગી જવાનું હતુ અને પછી ત્યાંથી શ્રીલંકા (Sri Lanka). પાકિસ્તાનમાં બેઠેલા હથિયાર ડીલરનું નામ ડોગર જણાવવામાં આવી રહ્યું છે. હેન્ચમેન અજય કશ્યપ ડોગરના સીધા સંપર્કમાં હતો.

અજય કશ્યપ અને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના સહયોગીઓ વચ્ચેની વાતચીતમાં જાણવા મળ્યું કે, અન્ય સહયોગીઓ હંમેશા હથિયાર લેવા અને આપવા અંગે ચર્ચા કરતા હતા અને એકબીજાને વોટ્સએપ કોલ પર વાત કરવાનું કહેતા હતા. તેને વોટ્સએપ વીડિયો કોલ દ્વારા AK 47 જેવા હથિયારો અને કારતૂસ બતાવવામાં આવ્યા હતા. વધુમાં, સલમાન ખાનની હત્યા કર્યા પછી, લોરેન્સે બિશ્નોઈ અને ગોલ્ડીના ગોરખીઓને મોટી રકમ ચૂકવવાની હતી અને તે પૈસા કેનેડા મારફતે મોકલવાના હતા.

અજય કશ્યપ, સંદીપ બિશ્નોઈ ઉર્ફે ગૌરવ ભાટિયા, સુખા શૂટર, વસીમ ચીના અને બિશ્નોઈ AK 47, M16, AK 92 જેવા આધુનિક હથિયારોનો ઉપયોગ કરીને સલમાન ખાનને મારવા તૈયાર હતા.

આ મામલે નવી મુંબઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Salman Khan panvel murder case navi mumbai mumbai police ravi bishnoi mumbai mumbai news