ભારતના આ પૂર્વ ક્રિકેટરની માતાનું મૃત્યુ, શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ

04 October, 2024 09:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salil Ankola Mother Dies: સલિલ અંકોલાએ વર્ષ 2006માં બિગ બોસની પ્રારંભિક સિઝનમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2010 સુધીમાં, સલિલ અંકોલાની જિંદગી એક અલગ જ દિશામાં ગઈ.

સલિલ અંકોલા અને તેની માતા (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સલિલ અંકોલાની માતાનું (Salil Ankola Mother Dies) શુક્રવારે ચોથી ઑક્ટોબરના રોજ પુણેમાં અવસાન થયું હતું. સલીલની માતા માલા અંકોલાનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. માલા 77 વર્ષના હતા. પ્રાથમિક અહેવાલ મુજબ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. મૃતક મહિલાને ગળાના ભાગે જીવલેણ ઈજા થઈ હતી, જે આત્મવિલોપન થયું હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર રસોડામાં છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. સલીલે તેની માતાનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના મૃત્યુની પુષ્ટિ કરી. તેણે કેપ્શનમાં લખ્યું, `ગુડબાય મા.`

પુણે પોલીસના ડીસીપી સંદીપ ગિલે (Salil Ankola Mother Dies) કહ્યું, `અમને તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો. પોસ્ટમોર્ટમ બાદ બાદ કોઈ મહત્ત્વની માહિતી મળશે ત્યાં સુધી અમે કોઈપણ ખાતરી આપી શકતા નથી. પ્રથમ દૃષ્ટિએ, મૃતકની ગરદન પર સ્વ-લાપેલી ઈજા દેખાઈ આવી હતી. રસોડામાં છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ગરદન પર ઈજા છે. આ ઘટનાની જાણ ઘરની નોકરાણી, પોલીસ અને અન્ય સંબંધીઓને કરવામાં આવી હતી જેને પગલે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સલીલે ભારત વતી ODI ક્રિકેટમાં 13 અને ટેસ્ટ ક્રિકેટમાં (Salil Ankola Mother Dies) બે વિકેટ લીધી હતી. સલિલ અંકોલાએ ભારત માટે છેલ્લી મેચ 1997માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. એટલે કે તે તેના લગભગ આઠ વર્ષની કારકિર્દીમાં માત્ર 21 મેચ જ રમી શક્યો હતો. સલિલ અંકોલા ક્રિકેટ પછી સિનેમામાં કામ કરવા તરફ વળ્યો હતો. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું જેમાં સીઆઈડી, સાવધાન ઈન્ડિયા જેવી સિરિયલોનો સમાવેશ થાય છે. તેણે સંજય દત્ત અભિનીત કુરુક્ષેત્ર દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

આ પછી તેણે પિતા (2002), ચૂરા લિયા હૈ તુમને (2003) જેવી ફિલ્મોમાં (Salil Ankola Mother Dies) પણ કામ કર્યું. સલિલ અંકોલાએ વર્ષ 2006માં બિગ બોસની પ્રારંભિક સિઝનમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2010 સુધીમાં, સલિલ અંકોલાની જિંદગી એક અલગ જ દિશામાં ગઈ. તે માનસિક તણાવનો પણ શિકાર બન્યો હતો. ત્યારબાદ તેણે 2011માં તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા. જોકે, તેણે વર્ષ 2013માં બીજી વાર લગ્ન કર્યાં.

એટલું જ નહીં સલિલ અંકોલાને દારૂની લત લાગી ગઈ હતી. આવી સ્થિતિમાં તેને રિહેબ સેન્ટરમાં પણ રહેવું પડ્યું. વર્ષ 2020 માં તે ક્રિકેટના (Salil Ankola Mother Dies) મેદાનમાં પાછો ફર્યો, જ્યારે તેને મુંબઈ ક્રિકેટ ટીમનો પસંદગીકાર બનાવવામાં આવ્યો. ત્યારબાદ BCCIએ તેને મોટી જવાબદારી આપી અને તેને સિલેક્ટર બનાવ્યો.

celebrity death sports news sports indian cricket team cricket news mumbai news Crime News suicide