સૈફ જે ફ્લોર પર રહે છે ત્યાં અને ઘરમાં એક પણ CCTV કૅમેરા ન હોવાથી પોલીસને થયું આશ્ચર્ય

18 January, 2025 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૈફ અલી ખાનના સદ્ગુરુ શરણ બિલ્ડિંગના ૧૧મા માળે હુમલાની ઘટના બની હતી ત્યાં પોલીસે તપાસ કરી છે

બાંદરામાં આવેલું સૈફ-કરીનાનું સદ‍્ગુરુ શરણ બિલ્ડિંગ

એક અજાણ્યા યુવકે મધરાતે ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ બાંદરા પોલીસ-સ્ટેશનની ટીમે અભિનેતાના ઘરની ગુરુવારે તપાસ કરી હતી એમાં એક ચોંકાવનારી વાત જાણવા મળતાં પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘અમે સૈફ અલી ખાનના સદ્ગુરુ શરણ બિલ્ડિંગના ૧૧મા માળે હુમલાની ઘટના બની હતી ત્યાં તપાસ કરી છે. ઘરમાં કોણ આવ્યું, કોણ ગયું એ જોવા તેમ જ ઇમર્જન્સી હોય ત્યારે મદદ કરવા માટે સૈફના ફ્લૅટના દરવાજા પાસે કે ફ્લૅટની અંદર થઈ રહેલી અવરજવર પર નજર રાખવા માટે એક પણ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા નથી.’

જોકે ખાન ફૅમિલી સાથે સંકળાયેલી વ્યક્તિનું કહેવું છે કે બિલ્ડિંગના ગેટથી લિફ્ટ સુધી કડક સુરક્ષાવ્યવસ્થા રાખવામાં આવી હોવાથી પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને તેમણે CCTV કૅમેરા ઘરમાં નહીં રાખ્યા હોય. 

saif ali khan kareena kapoor bandra mumbai police mumbai mumbai news Crime News mumbai crime news