24 January, 2025 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિતેશ રાણે
એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમે સૈફની ફિટનેસ વિશે સવાલ ઉઠાવ્યા બાદ રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર નિતેશ રાણેએ તો સૈફ પર ખરેખર હુમલો થયો હતો કે નહીં એના પર જ પ્રશ્ન કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘છરીના હુમલામાં ઘાયલ થયા બાદ સૈફ અલી ખાન જે રીતે હૉસ્પિટલમાંથી ઘરે આવ્યો હતો એ જોઈને મને વિચાર આવે છે કે શું તેના પર ખરેખર હુમલો થયો હતો કે પછી તે ઍક્ટિંગ કરતો હતો?’
ત્યાર બાદ નિતેશ રાણેએ કહ્યું હતું કે પહેલાં ભારતમાં ગેરકાયદે આવતા બંગલાદેશીઓ રોડ પર જોવા મળતા હતા, પણ હવે તો તેઓ ઘરમાં ઘૂસવા માંડ્યા છે. ઉદ્ધવસેનાના નેતા સંજય રાઉતે પણ સૈફ અલી ખાનની સુપરફાસ્ટ રિકવરી બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે આને ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલો ચમત્કાર જ કહી શકાય.
એના સંદર્ભમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે આ રીતે જાહેરમાં બોલવાને બદલે જેને કંઈ પણ શંકા કે પ્રશ્ન હોય તેમણે પોલીસને પૂછવું જોઈએ.