19 January, 2025 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીસીટીવી ફૂટેજ
સૈફ અલી ખાન પર અટૅક કરનારા આરોપીને શોધવા પોલીસે ૩૫ જણની ટીમ બનાવી હતી તથા આરોપી છેલ્લે જોવા મળ્યો હતો ત્યાંનાં ફુટેજ ૪૦,૦૦૦ લોકોને શૅર કરવામાં આવ્યાં હતાં. ફુટેજમાં જણાઈ આવે છે કે સૈફના ઘરે હુમલો કર્યો હતો ત્યારે આરોપીએ બ્લૅક ટી-શર્ટ પહેર્યું હતું. બાદમાં બાંદરા રેલવે-સ્ટેશનની આસપાસનાં ફુટેજમાં તેણે પીળું શર્ટ પહેર્યું હોવાનું જણાયું છે. ૧૬ જાન્યુઆરીની સવારે ૭ વાગ્યે દાદરમાં રેલવે-સ્ટેશન, ફુટપાથ ઉપર અને પછી ૯ વાગ્યે કબૂતરખાના પાસેની ઇકરા નામની મોબાઇલની દુકાનમાંથી આરોપીએ ઇઅરફોન ખરીદ્યો હોવાનું જણાયું છે. આ સમયે તેણે બ્લુ-શર્ટ પહેર્યું હોવાનું ફુટેજમાં જણાઈ આવ્યું છે.
આરોપીએ દાદરની ઇકરા નામની દુકાનમાંથી ઇઅરફોન ખરીદવા માટે ૧૦૦ રૂપિયાની નોટ દુકાનના કર્મચારી હસનને આપી હતી. હસને ઇઅરફોનની સાથે આરોપી યુવકને ૫૦ રૂપિયા પાછા આપ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઇઅરફોન ખરીદનારા યુવકે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હોવાનું પોતાને જાણ ન હોવાનું હસને પોલીસને કહ્યું છે.