`ટાસ્ક હજી અધૂરો છે` UNSC બેઠકમાં જયશંકરે કર્યો 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ

28 October, 2022 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ હુમલામાં 140 ભારતીયો અને 26 વિદેશી નાગરિકોના મોત થયા હતા. 26/11 મુંબઈ અટેક દરેક ભારતીયના મગજમાં હજી પણ ક્યાંક છે. બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, "26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તાઓને લાવવાનું કામ હજી પણ અધૂરું છે."

એસ. જયશંકર (ફાઈલ તસવીર)

આ વખતે યૂએનએસસીની (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની બેઠક મુંબઈની (Mumbai) તાજ હોટેલમાં (Taj Hotel) થઈ રહી છે. બેઠકનું સ્થાન મુંબઈની તાજ હોટેલ કરાવવું ભારત (India) માટે ખૂબ જ મહત્વનું છે કારણકે 14 વર્ષ પહેલા આ જ હોટલમાં એક મોટી આતંકવાદી ઘટનાને (Terror Attack) અંજામ આપવામાં આવ્યો હતો. આ હુમલામાં 140 ભારતીયો અને 26 વિદેશી નાગરિકોના મોત થયા હતા. 26/11 મુંબઈ અટેક (Mumbai Attack) દરેક ભારતીયના (Indian) મગજમાં હજી પણ ક્યાંક છે. બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે (Foreign Minister S. Jaishankar) કહ્યું કે, "26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તાઓને લાવવાનું કામ હજી પણ અધૂરું છે."

શુક્રવારે મુંબઈની તાજ હોટેલમાં આતંકવાદ વિરોધી સમિતિની યૂએનએસસી બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કરતા કહ્યું કે મુંબઈની હોટેલ તાજ મહેલ પેલેસમાં બેઠક ખૂબ જ મહત્વની છે. તે સમયે આખા મુંબઈ શહેરને બંધક બનાવી લેવામાં આવ્યો હતો અને પીડિતોમાં સામાન્ય મુંબઈકર પણ સામેલ હતા. 14 વર્ષ પહેલા, મુંબઈએ અમારા સમયના સૌથી ચોંકાવનારા આતંકવાદી હુમલામાંના એકને જોયો. આ હુમલામાં 140 ભારતીય નાગરિકો અને 26 વિદેશી નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા. હકિકતે, આખા શહેરને આતંકવાદીઓએ બંધક બનાવી લીધા હતા, તેમણે સીમા પારથી પ્રવેશ કર્યો હતો.

કામ હજી પણ અધૂરું
તેમણે કહ્યું કે હુમલો માત્ર મુંબઈ પર નહીં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પર થયો હતો. જયશંકરે કહ્યું કે આતંકવાદી હુમલા પહેલા વિશિષ્ટ દેશોના નાગરિકોની ઓળખ કરવામાં આવી હતી અને આતંકવાદી હુમલા દ્વારા વિશ્વના દેશોને સાર્વજનિક રીતે પડકાર આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું, "ત્યારથી, અમે આ હુમલાના માસ્ટરમાઇન્ડ અને અપરાધિઓને ન્યાયની અદાલતમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કામ હજી પણ અધૂરું છે. આથી, આ સ્થલે યૂએનએસસી આતંકવાદ વિરોધી સમિતિનું એક સાથે આવવું હજી વધારે ખાસ અને મહત્વપૂર્ણ છે."

આ પણ વાંચો : મુંબઈ પોલીસ કંટ્રોલને ફરી આવ્યો મેસેજ,26/11 જેવા હુમલાથી સાવચેત રહેવાની આપી સલાહ

ઋષિ સુનકની તાજપોશી બાદ યૂકેનો પહેલો ઉચ્ચ સ્તરીય પ્રવાસ
ભારતે આતંકવાદ વિરોધી બેઠકની મેજબાની માટે મુંબઈની તાજ હોટેલની પસંદગી કરી. આ બેઠકમાં ઘાનાના વિેદશ મંત્રી શર્લી અયોરકોર બોચવે સિવાય, ગૈબૉનના વિદેશ મંત્રી, સંયુક્ત અરબ અમીરાતના રાજ્યમંત્રી, રીમ બિન્ત અબ્રાહિમ અલ હાશિમી, બ્રટેનના વિદેશ સચિવ, અલ્બાનિયાના ઉપ વિદેશ મંત્રી મેગી ફિનો અને સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ વ્લાદિમીર વોરોનકોવ પણ હાજર છે. ઋષિ સુનકના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી યૂકેની આ પહેલી ઉચ્ચ સ્તરીય યાત્રા પણ છે.

Mumbai mumbai news taj hotel the attacks of 26/11 26/11 attacks national news