T20 વર્લ્ડ કપના વિજેતા મુંબઈના ક્રિકેટરો આજે વિધાનસભામાં જશે

05 July, 2024 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકાર ચારેય ખેલાડીને એક-એક કરોડનું ઇનામ આપશે

એકનાથ શિંદે

T20 વર્લ્ડ કપમાં વિજય મેળવ્યા બાદ ગઈ કાલે ભારતની ક્રિકેટ ટીમ બાર્બેડોઝથી ભારત પાછી ફરી હતી. સવારે ટીમ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી અને સાંજે મુંબઈમાં જબરદસ્ત રોડ-શો કરીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વિજયી ટીમમાં મુંબઈના કૅપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જાયસવાલનો સમાવેશ છે. તેમને વિધાનસભામાં મુખ્ય પ્રધાનને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સાંજે ચાર વાગ્યે આ ખેલાડીઓ વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં પહોંચશે ત્યારે તેમનું સન્માન કરવામાં આવશે અને તેમને એક-એક કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવશે. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના મેમ્બર અને શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જાયસવાલને વિધાનસભામાં આવવા માટે અમે આમંત્રણ આપ્યું છે જે તેમણે સ્વીકાર્યું છે. આથી તેઓ આજે વિધાનસભામાં આવશે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળશે.’

mumbai news mumbai rohit sharma suryakumar yadav shivam dube yashasvi jaiswal eknath shinde