31 January, 2023 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ અકસ્માત સવારે ૩.૧૦ વાગ્યે કાસા પુલ, દહાણુ પાસે થયો હતો (તસવીર : હનીફ પટેલ)
મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર આજે મળસ્કે એક ભયંકર અકસ્માત થયો છે. પાલઘર (Palghar) જિલ્લાના દહાણુ (Dahanu) વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની જોરદાર ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અણે ત્રણ જણ ઘાયલ થયા છે. ઘાયલને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર, કાર ગુજરાત (Gujarat)થી મુંબઈ જઈ રહી હતી. કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે બસ સાથે અથડાઈ હતી.
કાસા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહાલક્ષ્મી પુલ નજીક સવારે લગભગ ૩.૧૦ વાગ્યે બસ અને કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે લોકોને ઈજા થઈ હતી. જ્યારે કારમાં ચાર લોકો હતા અને તે ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. જોરદાર ટક્કર થતાં કારમાં સવાર ચારેયના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તેઓ મુંબઈથી સુરત જઈ રહ્યાં હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકોની ઓળખ મોહમ્મદ હાફીઝ (૩૬), ઈબ્રાહીમ દાઉદ (૬૦), આશિયા કલેક્ટર (૫૭) અને ઈસ્માઈલ દેસાઈ (૪૨) તરીકે થઈ છે. તેઓ સુરતના બારડોલીના રહેવાસી હતા. તેઓ એનઆરઆઈ છે. આ પરિવાર લંડના જતા બે વ્યક્તિઓને મુકવા માટે સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. આ દુર્ઘટનાની તેમના સગા-સંબંધીઓને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - ઉતરાણમાં પતંગે નહીં, પણ હાઇવેએ ત્રણના જીવ લીધા
મળતી માહિતી પ્રમાણે, કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કાર પાછળથી બસ સાથે અથડાઈ હતી. એક મહિલા સહિત ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, બન્ને ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - બર્થ-ડે ત્રણ જણ માટે બન્યો ડેથ-ડે
આ દુર્ઘટનાની એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.