09 December, 2024 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ
બાંદરા-વરલી સી-લિન્કથી મરીન ડ્રાઇવ સુધીનો કોસ્ટલ રોડ બનાવવા માટે સમુદ્રમાં ભરણી કરવામાં આવી છે. આથી આ કોસ્ટલ રોડની બન્ને બાજુએ ૭૦ હેક્ટર ખુલ્લી જમીન સમુદ્રકિનારે તૈયાર થઈ છે. અહીં ગ્રીન કૉરિડોર બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR)ના ફન્ડનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે. બે મોટી કંપનીઓએ અમુક ભાગમાં ગ્રીન પ્રદેશ વિકસિત કરવા માટે તો રિલાયન્સ કંપનીએ આખા ક્ષેત્રને વિકસિત કરવામાં રસ દાખવ્યો છે.
BMC અને રિલાયન્સ કંપનીના અધિકારીઓ વચ્ચે ગ્રીન કૉરિડોર કરવા માટે બેઠક થઈ છે, જેમાં રિલાયન્સ કંપનીએ હકારાત્મક રસ દાખવ્યો હતો. આથી કોસ્ટલ રોડની બન્ને બાજુની ૭૦ હેક્ટર જમીનને હરિયાળી કરવાની જવાબદારી રિલાયન્સને સોંપવામાં આવે એવી શક્યતા છે.