અખબાર-વિક્રેતા સંઘના સભ્યપદની નોંધણી શરૂ

08 February, 2024 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ વૃત્તપત્ર વિક્રેતા સંઘની વેબસાઇટની ઑનલાઇન સભ્યપદ-નોંધણીનું ઉદ્ઘાટન બૃહન્મુંબઈ સંઘના સ્થાપક જગન્નાથ કોઠેકરનાં પત્ની પ્રમીલા જે. કોઠેકર દ્વારા કરવામાં આવ્યું હતું.

અખબાર-વિક્રેતા સંઘના સભ્યપદની નોંધણી શરૂ

બૃહન્મુંબઈ વૃત્તપત્ર વિક્રેતા સંઘની વેબસાઇટ www.bvvsangh.comની ઑનલાઇન સભ્યપદ-નોંધણીનું ઉદ્ઘાટન બૃહન્મુંબઈ સંઘના સ્થાપક જગન્નાથ કોઠેકરનાં પત્ની પ્રમીલા જે. કોઠેકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધુસૂદન સદ્દેકર, સંજય ચોકેદ્રા, ચિલી, જીવન ભોસલે, જયવંત ડાફલે, પ્રકાશ કનાડે, રાજુ ધ્વરે, અજય ઉત્તેકર, સંતોષ પડવે, મુરુગન અના, વિજય વાણી, ધર્મેન્દ્ર ખુશવાહ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ વિવિધ વિભાગોમાંથી મોટી સંખ્યામાં વિક્રેતાઓએ હાજરી આપી હતી.

બૃહન્મુંબઈ અખબાર વેન્ડર્સ અસોસિએશન દ્વારા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં વધુમાં વધુ વિક્રેતાઓને એકસાથે લાવવા, સંગઠનમાં સુમેળ લાવવા અને સંસ્થાની નાણાકીય બાબતોમાં પારદર્શિતા લાવવા માટે આ વેબસાઇટ દ્વારા સભ્યપદ-નોંધણી શરૂ કરવામાં આવી છે. આનો હેતુ શક્ય એટલી વહેલી તકે બધાને એકસાથે લાવીને સંસ્થાનો વિસ્તાર કરવાનો છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation