શૅરબજારના ઇતિહાસમાં તાતા ટે‌ક્નૉલૉજિઝનું થર્ડ બેસ્ટ લિસ્ટિંગ

01 December, 2023 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦૦ રૂપિયાએ ઇશ્યુ થયેલો આ શૅર ૧૬૩ ટકા વધીને દિવસના અંતે ૧૩૧૩ રૂપિયા બંધ રહ્યો

પ્રતીકાત્મક તસવીર

તાતા ગ્રુપમાં ૧૯ વર્ષ બાદ પહેલી વાર લિસ્ટ થયેલી તાતા ટેક્નૉલૉજિઝનો સ્ટૉક ગઈ કાલે લિસ્ટિંગના પ્રથમ દિવસે જ ઇશ્યુ-પ્રાઇસની તુલનાએ ૧૬૨ ટકા વધીને બંધ થયો હતો. કંપનીએ ૫૦૦ રૂપિયાના ભાવે શૅર્સ ઇશ્યુ કર્યા હતા અને સ્ટૉક છેવટે ૧૩૧૩ રૂપિયાએ ક્લોઝ થયો હતો. તાતા ટેક્નૉનો લિસ્ટિંગના પહેલા દિવસનો ૧૬૩ ટકાનો જમ્પ એ ભારતીય મૂડીબજારના ઇતિહાસમાં કોઈ કંપનીના લિસ્ટિંગના પ્રથમ દિવસનો ટકાની રીતે ત્રીજો સૌથી મોટો ઉછાળો છે.  

૨૦૨૧ની ૧૫ નવેમ્બરે લિસ્ટ થયેલી સિગાચી ઇન્ડસ્ટ્રીઝે લિસ્ટિંગના દિવસે સૌથી મોટો ૨૭૦ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૧ની પહેલી ઑક્ટોબરે લિસ્ટ થયેલી પારસ ડિફેન્સના કાઉન્ટરમાં ૧૮૫ ટકાનો લિસ્ટિંગ-ડે ગેઇન જોવા મળ્યો હતો.  

 
લિસ્ટિંગના દિવસના બેસ્ટ આઇપીઓ
કંપનીનું નામ લિસ્ટિંગ તારીખ લિસ્ટિંગના દિવસે તેજી
સિગાચી ઇન્ડસ્ટ્રીઝ ૧૫ નવેમ્બર ૨૦૨૧ ૨૭૦ ટકા
પારસ ડિફેન્સ ૧ ઑક્ટોબર ૨૦૨૧ ૧૮૫ ટકા
તાતા ટેક્નૉલૉજિઝ ૩૦ નવેમ્બર ૨૦૨૩ ૧૬૧.૬ ટકા
tata tata steel tata power tata motors share market stock market ipo business news mumbai mumbai news