રતન તાતાને રાજ્યનો પહેલો ઉદ્યોગ રત્ન પુરસ્કાર એનાયત કરાયો

20 August, 2023 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં ઉદ્યોગ રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરીને પહેલો પુરસ્કાર ટોચના ઉદ્યોગપતિ રતન તાતાને આપવાની જાહેરાત કરી હતી.

રતન તાતાને રાજ્યનો પહેલો ઉદ્યોગ રત્ન પુરસ્કાર એનાયત કરાયો

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં ઉદ્યોગ રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરીને પહેલો પુરસ્કાર ટોચના ઉદ્યોગપતિ રતન તાતાને આપવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિતના મહાનુભાવોએ ગઈ કાલે રતન તાતાના ઘરે જઈને ઉદ્યોગ રત્ન પુરસ્કાર આપ્યો હતો. તાતા એટલે ટ્રસ્ટ, તાતા એટલે વિશ્વાસ એવી દુનિયામાં જેમની ખ્યાતિ છે એવા તાતા ગ્રુપના રતન તાતાને ઉદ્યોગ રત્ન પુરસ્કાર આપીને આ પુરસ્કારનું સન્માન વધી ગયું હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.

mumbai news maharashtra news ratan tata