Ratan Tataએ કેમ નહોતા કર્યા લગ્ન? તેમની લવસ્ટોરી પણ છે પૉપ્યુલર

10 October, 2024 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બધા જ જાણે છે કે રતન તાતાએ ક્યારેય લગ્ન કર્યા નહોતા પણ આની પાછળનું કારણ શું હતું? આ પ્રશ્નનો જવાબ તમને આજે મળશે અહીં કે કેમ રતન તાતાએ નહોતા કર્યા લગ્ન?

રતન તાતાની તસવીરોનો કૉલાજ

વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ (ચેરમેન) રતન તાતાનું બુધવારે 9 ઑક્ટોબરના રોજ 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ઉંમર સંબંધિત મુશ્કેલીઓને કારણે રતન તાતાને થોડાક દિવસ પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. સન્માનિત અને અગ્રણી ઉદ્યોગપતિ રતન તાતાને ભારત સહિત આખા વિશ્વમાં પરોપકારી કાર્યો માટ ઓળખવામાં આવે છે. એ વાત બધા જ જાણે છે કે રતન તાતાએ ક્યારેય લગ્ન કર્યા નહોતા પણ આની પાછળનું કારણ શું હતું? આ પ્રશ્નનો જવાબ તમને આજે મળશે અહીં કે કેમ રતન તાતાએ નહોતા કર્યા લગ્ન?

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન તાતાના લગ્ન થયા નહોતા. રતન તાતાએ આ વાતની માહિતી પોતે જ આપી હતી કે જ્યારે તેઓ લૉસ એન્જિલ્સમાં નોકરી કરી રહ્યા હતા ત્યારે તેમને પ્રેમ થયો હતો. તેમણે જણાવ્યું કે તે ત્યારે લગ્ન કરવાના જ હતા. લગ્ન ન થવાનું કારણ જણાવતા રતન તાતાએ કહ્યું કે તેમની દાદીની તબિયત તે સમયે ખૂબ જ બગડી હતી આથી તેમણે ભારત પાછા આવવું પડ્યું હતું.

ભારત-ચીનનું યુદ્ધ બન્યું કારણ
રતન તાતાને આશા હતી કે તેમનો પ્રેમ પણ ભારત આવશે પણ એવું થયું નહીં. રતન તાતાએ જણાવ્યું હતું કે જ્યારે વર્ષ 1962માં ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ થયો ત્યારે છોકરીના માતા-પિતા લગ્નના નિર્ણયથી સંમત થયા નહીં અને એમના સંબંધ તૂટી ગયો.

પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત થયા
રતન તાતાનો જન્મ 1937માં થયો હતો. તેઓ 1962માં તાતા ગ્રુપમાં જોડાયા હતા. 1991માં તેમને તાતા સન્સનું ચૅરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે રતન તાતાને દેશના સૌથી મોટા સન્માન પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અતુલ્ય યોગદાન માટે આપવામાં આવ્યા હતા.

અસિસ્ટન્ટ તરીકે જોડાયા ટાટા ગ્રુપ સાથે
રતન ટાટા સન્સના ચૅરમેન તરીકે માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સમૂહનું નેતૃત્વ કર્યું. વિદેશમાંથી ભણીને આવ્યા બાદ રતન ટાટા પહેલીવાર ટાટા ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ સાથે અસિસ્ટન્ટ તરીકે સામેલ થયા હતા. ત્યાર બાદ તેમણે કેટલાક મહિનાઓ સુધી જમશેદપુરમાં ટાટાના પ્લાન્ટમાં ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ પૂરી કરવાની સાથે જ રતન ટાટાએ પોતાની જવાબદારીઓ સંભાળવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2008માં રતન ટાટાને ભારત સરકાર દ્વારા દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1991માં બન્યા અધ્યક્ષ
નોંધનીય છે કે 1991માં રતન ટાટાને ઓટોથી લઈને ટાટા સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ટાટા ગ્રુપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે જૂથનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા, 2012 સુધી કરવામાં આવી હતી. 1996 માં, ટાટાએ ટેલિકૉમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં સૂચિબદ્ધ થઈ.

ratan tata tata steel tata power tata motors tata memorial hospital tata tata institute of social sciences breach candy hospital breach candy mumbai news mumbai china india