09 October, 2024 11:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રતન ટાટા (ફાઈલ તસવીર)
રતન ટાટા (Ratan Tata)ના ઉત્તરાધિકારીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે આનું એક કારણ એ પણ છે કે 86 વર્ષીય રતન ટાટાને કોઈ સંતાન નથી. રતન ટાટાની જગ્યા લેવા માટે નોએલ ટાટા અને તેમના ત્રણ બાળકો મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. માયા, નેવિલ અને લિયા ટાટા, દરેક ટાટા ગ્રુપમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
ટાટા સમૂહના (Former Chairman of Tata Group) પૂર્વ ચૅરમેન રતન ટાટા ભારતમાં બિઝનેસ અને સમાજસેવા બન્નેમાં એક મિસાલ છે. 3600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે રતન ટાટાએ દાયકાઓ સુધી ગ્રૂપને વિકાસ તરફ આગળ વધાર્યું છે. અખૂટ ધનાઢ્ય હોવા છતાં તે પોતાની સામાન્ય જીવનશૈલી અને ટાટા ટ્રસ્ટ દ્વારા ધર્માર્થ કાર્યો પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા માટે જાણીતા છે.
86 વર્ષની ઉંમરે કોઈ સંતાન ન હોવાને કારણે રતન ટાટાના ઉત્તરાધિકારી ચર્ચાનો વિષય બન્યું છે. પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે 3800 કરોડ રૂપિયાના વિશાળ ટાટા ગ્રૂપની કમાન કોણ સંભાળશે?
નોએલ ટાટા મજબૂત દાવેદાર
સંભવિત ઉત્તરાધિકારીઓમાં મજબૂત દાવેદાર તરીકે નોએલ ટાટા ઉભરી આવે છે. નવલ ટાટાની બીજી પત્ની સિમોનના સંતાન નોએલ ટાટા રતન ટાટાના સાવકાં ભાઈ છે. આ પારિવારિક બંધન નોએલ ટાટાને ટાટાના વારસાને મેળવવા માટે તેમને મહત્ત્વપૂર્ણ સ્થિતિમાં મૂકે છે.
નોએલ ટાટાના ત્રણ સંતાન છે. તેમને ટાટાના વારસાના સંભવિત ઉત્તરાધિકારીઓ તરીકે જોવામાં આવી રહ્યા છે. આમાં માયા ટાટા, નેવિલ ટાટા અને લિયા ટાટા સામેલ છે.
ત્રણેય બાળકો પર શું જવાબદારી?
34 વર્ષીય માયા ટાટા ગ્રુપમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી રહી છે. બેયઝ બિઝનેસ સ્કૂલ અને યૂનિવર્સિટી ઑફ વૉરવિકમાંથી ભણેલી માયાએ ટાટા ઑપોર્ચ્યુનિટીઝ ફન્ડ અને ટાટા ડિજિટલમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. ટાટા ન્યૂ એપને લૉન્ચ કરવામાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું. આ તેમની રણનૈતિક કુશાગ્રતા અને દ્રષ્ટિકોણને દર્શાવે છે.
32 વર્ષીય નેવિલ ટાટા પારિવારિક વ્યવસાયમાં ગહન રીતે સમાલે છે. તેમના લગ્ન ટોયોટા કિર્લોસ્કર ગ્રુપ પરિવારની માનસી કિર્લોસ્કર સાથે થયાં છે. નેવિલ ટ્રેન્ટ લિમિટેડ હેઠળ પ્રમુખ હાઇપરમાર્કેટ ચેન સ્ટાર બજારના પ્રમુખ છે.
39 વર્ષીય લિયા ટાટા સૌથી મોટી છે. તે ટાટા ગ્રુપના હૉસ્પિટાલિટી સેક્ટરમાં પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે. સ્પેનના IE Business Schoolમાંથી ભણેલી લિયાએ તાજ હોટેલ્સ રિસૉર્ટ્સ એન્ડ પેલેસિસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તે ઈન્ડિયન હોટેલ કંપનીમાં સંચાલનનું પ્રબંધન કરે છે.
જેમ-જેમ રતન ટાટા ગ્રુપના પરોપકારી પ્રયત્નો અને વ્યાવસાયિક રણનીતિઓનું નેતૃત્વ કરવાનું જાળવી રાખ્યું છે, ઉત્તરાધિકારીનો પ્રશ્ન મોટો થઈ રહ્યો છે. આગળની યાત્રા માત્ર કૉર્પોરેટ નેતૃત્વને નક્કી કરશે, પણ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સમૂહોમાંથી પણ એકના ભવિષ્યને પણ આકાર આપશે.