Ratan Tata Death: મહારાષ્ટ્રમાં આજે શોક દિવસ પળાશે, તમામ મનોરંજન કાર્યક્રમ રદ- સાંજે અંતિમસંસ્કાર

10 October, 2024 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ratan Tata Death: તેમના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ખાતે મૂકવામાં આવશે

રતન તાતા સાથે એકનાથ શિંદે

ગઇકાલે ઉદ્યોગ જગતનું અને ભારતના રતન સમા રતન તાતા (Ratan Tata Death)નું નિધન થયું. રતન તાતાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા યથોચિત માણ આપવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ તાતાના નિધન પર ભાવુક પોસ્ટ કરી હતી. આ સાથે જ તેઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે રાજ્યમાં શોકનો દિવસ પાળવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં આજે શોક, કોઈ મનોરંજન કાર્યક્રમ નહીં 

એક સરકારી નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું જે મુજબ આજે મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક પાલવમાં આવશે. આ સાથે જ તમામ સરકારી કચેરીઓ પર શોકના સંકેત તરીકે ત્રિરંગો લહેરાવવામાં આવશે. તે સાથે જ આજે કોઈ મનોરંજન કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં નહીં આવે. 

ક્યારે થશે અગ્નિ સંસ્કાર?

રતન તાતા (Ratan Tata Death)ના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટમાં આવેલ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ખાતે મૂકવામાં આવશે. જ્યાં લોકો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ આજે બપોરે 3.30 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વરલી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવશે. જ્યાં તેઓ પંચમહાભૂતોમાં વિલીન થશે.

સામાન્ય જનતાને ખાસ જણાવવાનું કે તેઓ ગેટ નંબર 3થી NCPA લૉનમાં જઈ શકશે અને ગેટ 2 માંથી તેઓએ બહાર નીકળવાનું રહેશે. પરિસરમાં કોઈ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

સીએમ એકનાથ શિંદેએ ભાવુક પોસ્ટ કરી 

રતન તાતા (Ratan Tata Death)ની વસમી વિદાય બાદ મહારાષ્ટ્રના સીએમ મુખ્યમંત્રી શિંદેએ તેઓને ‘નૈતિકતા અને ઉદ્યોગસાહસિકતાનું આદર્શ ગણાવ્યા હતા. અને તેઓએ લખ્યું હતું કે, “રતન તાતા ઉદ્યોગસાહસિકોની ભાવિ પેઢીઓ માટે રૉલ મોડેલ હતા અને ભારતના ઔદ્યોગિક વિકાસના પ્રતીક સમા હતા. 2008ના મુંબઈ હુમલા પછી તેમણે જે નિશ્ચય લીધો હતો તેની માટે તેઓએ હંમેશા યાદ રહેશે. તેમના મક્કમ નિર્ણયો, સાહસિક વલણ અને સામાજિક પ્રતિબદ્ધતા હંમેશા યાદ રાખવામાં આવશે. સ્વર્ગસ્થ રતનજી તાતાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે"

દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો શોક 

Ratan Tata Death: દેવેન્દ્ર ફડણવીસે એક્સ પણ ભાવુક પોસ્ટ લખી હતી. તેઓએ લખ્યું છે કે, “ટાટા ગ્રુપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને તાતા ટ્રસ્ટના સર્વેસર્વા, વરિષ્ઠ ઉદ્યોગપતિ રતનજી તાતા ના અવસાનની ખબરથી હું સ્તબ્ધ છું. રતનજીનું સમગ્ર જીવન સૌ માટે પ્રેરણાસ્રોત બની રહ્યું. એક ઉદ્યોગપતિ તરીકે, તેમણે હંમેશાં વ્યવસાય કરતાં વધુ રાષ્ટ્ર અને સમાજના હિતને વિશાળ પ્રાથમિકતા આપી. તેમણે ટાટા ગ્રુપના ઉત્પાદનોની વિશ્વસનીયતા બાંધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એક સફળ અને દૂરંદેશી ઉદ્યોગપતિ હોવા ઉપરાંત  રતનજીએ સામાજિક ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મુંબઇ ટાટા ગ્રુપની કર્મભૂમિ છે, તેથી તેમનો મુંબઇ અને મહારાષ્ટ્ર પ્રત્યે ખાસ પ્રેમ હતો. તેમના અવસાનથી ભારતીય ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રને અપૂરણિય નુકસાન થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો, પરિચિતો અને તેમના સાથે જોડાયેલા તમામ લોકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.”

mumbai news mumbai ratan tata tata worli celebrity death eknath shinde devendra fadnavis maharashtra news maharashtra