05 April, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવનીત રાણા અને રવિ રાણા (ફાઈલ તસવીર)
માતોશ્રી (Matoshree)ની બહાર હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) જાપ કરવા મામલે રાણા દંપત્તિની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસે (Mumbai Police) રાણા દંપત્તિએ કરેલા તે દાવાને સ્વીકારવાની ના પાડી દીધી, જેમાં તેમણે પોલીસની એફઆઈઆરને ખોટી અને કાલ્પનિક માહિતીને આધારિત જણાવી છે. પોલીસે કૉર્ટમાં સ્પષ્ટ કર્યું કે તે તેમની વિરુદ્ધ દાખલ ફરિયાદ પર કાયમ છે.
સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યું કે એકવાર ટ્રાયલ શરૂ થઈ જાય, તો અમે પુરાવા સાથે બધા આરોપ સાબિત કરી દેશું. રાજ્ય સરકારે તેમને છોડવા માટેની અરજીનો આકરો વિરોધ કર્યો હતો. અમરાવતીમાંથી નિર્દળીય સાંસદ નવનીત રાણા અને તેમના વિધેયક પતિ રવિ રાણા વિરુદ્ધ તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થા માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના જાપ કરવા મામલે ખાર સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
રાણાની અરજીનો વિરોધ
ક્રાઈમની તપાસ કરતા પોલીસ નિરીક્ષક સંદીપ પાટિલે બૉમ્બે સેશન કૉર્ટમાં રાણાની અરજીનો વિરોધ કરતા જવાબ દાખલ કર્યો. આ મામલે મુંબઈ પોલીસની ચાર્જશીટમાં રાણા દંપત્તિના આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે કે એફઆઈઆર ખોટી છે અને પોતે બનાવેલી વાર્તા પર આધારિત હતી. આ મામલે સાક્ષ્ય એક સરકારી કર્મચારી છે અને સીઆરપીસીની કલમ 313 હેઠળ કેસ વિધિવત દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કાંદિવલી પ્લેગ્રુપ હિંસક વહેવાર: વાલીઓના આક્રોશ અને FIR બાદ બંધ થશે પ્લેગ્રુપ?
28 એપ્રિલના કેસની સુનાવણી
કેસ દરમિયાન જ્યારે સાક્ષ્ય રજૂ થશે તો તેમના સાક્ષ્ય પણ આ બધા આરોપોને સ્પષ્ટ કરી દેશે. આથી આ દાવો કે દાખલ કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે, આ સ્તરે સ્વીકારી લેવામાં નહીં આવે. આ વાત પોલીસે જવાબમાં કહી છે. કૉર્ટે આની નોંધ લેતા સુનાવણીની તારીખ 28 એપ્રિલ નક્કી કરી છે.