મહારાષ્ટ્રમાં ગાયને આપવામાં આવ્યો “રાજ્યમાતા”નો દરજ્જો: શિંદે સરકારની જાહેરાત

30 September, 2024 09:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rajmata Gaumata: “2019માં 20મી પશુ ગણતરી મુજબ, દેશી ગાયોની સંખ્યા 46,13,632 જેટલી ઓછી હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં ગાય આપવામાં આવ્યો “રાજ્યમાતા”નો દરજ્જો: શિંદે સરકારની જાહેરાત

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણી પહેલા રાજ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર (ભાજપ, શિવસેના શિંદે, એનસીપી અજિત પવાર) દ્વારા સોમવારે ગાયને `રાજ્યમાતા` (RajyaMata) તરીકે ગણાવતો કરતો આદેશ જાહેર કર્યો હતો. મહાયુતિ સરકારે ભારતમાં ગાયના સાંસ્કૃતિક મહત્ત્વ અને તેની પરંપરાઓને ટાંકીને આ નિર્ણય લીધો છે. એક સત્તાવાર આદેશમાં, સરકારે કહ્યું કે ગાય ભારતીય પરંપરાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને પ્રાચીન સમયથી આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને લશ્કરી મહત્ત્વ ધરાવે છે.

સત્તાવાર સૂચનામાં, રાજ્યની શિંદે સરકારે (RajyaMata) જણાવ્યું હતું કે, "પ્રાચીન કાળથી, ગાયનું માનવીના રોજિંદા જીવનમાં અનોખું મહત્ત્વ છે. વૈદિક કાળથી ગાયોના ધાર્મિક, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને "કામધેનુ" કહેવામાં આવે છે. રાજ્યના વિવિધ ભાગોમાં વિવિધ દેશી જાતિની ગાયો જોવા મળે છે. દિવસેને દિવસે દેશી ગાયોની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. દેશી ગાયના દૂધમાં માનવ આહારમાં વધુ પોષક તત્વો હોય છે. દેશી ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક છે કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્ત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.”

“માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન, આયુર્વેદ (RajyaMata) ઉપચારમાં પંચગવનો ઉપયોગ અને ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્ત્વને ધ્યાનમાં લેતા, દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો થવો તે ચિંતાનો વિષય બની રહ્યો છે. ઉપરોક્ત પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા, દેશી ગાયને "રાજ્યમાતા - ગૌમાતા" તરીકે જાહેર કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી જેથી પશુપાલકોને દેશી ગાયો પાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે," એવું પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

અહેવાલો મુજબ, મહારાષ્ટ્ર કેબિનેટે દેશી ગાયોના (RajyaMata) ઉછેર માટે દરરોજ 50 રૂપિયાની સબસિડી યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગોશાળાઓ તેમની ઓછી આવકને કારણે તે પોષાય તેમ ન હોવાથી તેમને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના મહારાષ્ટ્ર ગોસેવા કમિશન દ્વારા ઓનલાઈન લાગુ કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક જિલ્લા ગોશાળા ચકાસણી સમિતિ હશે.

“2019માં 20મી પશુ ગણતરી મુજબ, દેશી ગાયોની સંખ્યા 46,13,632 જેટલી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. 19મી વસ્તી ગણતરીની સરખામણીમાં આ સંખ્યામાં 20.69 ટકાનો ઘટાડો થયો છે”, મહાયુતિ સરકારે જણાવ્યું. “વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં (RajyaMata) દેશી ગાયોની સ્થિતિને ધ્યાનમાં લેતા, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ઉપચાર, પંચગવ્ય ઉપચાર પદ્ધતિઓ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે જેથી હવે દેશી ગાયોને "રાજ્યમાતા" તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી," એવું સત્તાવાર પત્રમાં કહેવામાં આવ્યું હતું.

maharashtra news eknath shinde maharashtra wildlife mumbai news