રાજ ઠાકરેએ ફરી દોહરાવ્યું, સત્તા આપશો તો ૨૪ કલાકમાં મસ્જિદનાં લાઉડસ્પીકર બંધ કરાવી દઈશ

11 November, 2024 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ફરી મસ્જિદના લાઉડસ્પીકરનો મુદ્દો ઉછાળ્યો છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મસ્જિદના લાઉડસ્પીકરને લીધે લોકોને તકલીફ થાય છે એ ચલાવી નહીં લેવાય.

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ફરી મસ્જિદના લાઉડસ્પીકરનો મુદ્દો ઉછાળ્યો છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મસ્જિદના લાઉડસ્પીકરને લીધે લોકોને તકલીફ થાય છે એ ચલાવી નહીં લેવાય. મંદિરોમાં પણ ૩૬૫ દિવસ સતત ઘંટનાદ કરવામાં આવશે તો એ પણ નહીં ચાલે. મંદિરોમાં ઘંટ કે લાઉડસ્પીકર આખો દિવસ નથી વાગતાં. લોકો મંદિરમાં જઈને ભગવાનના પગે પડીને એકાદ મિનિટમાં જ બહાર નીકળી જાય છે. બાળાસાહેબ ઠાકરેના પુત્ર મુખ્ય પ્રધાન હતા ત્યારે મેં લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હતો. એ સમયે અમારા ૧૭,૦૦૦ કાર્યકરો સામે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારે મેં એટલું જ કહ્યું હતું કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો દૂર નહીં કરવામાં આવે તો મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. મારા હાથમાં સત્તા આપશો તો ૨૪ કલાકમાં મસ્જિદોનાં લાઉડસ્પીકર હટાવવામાં આવશે. ચૂંટણીમાં કેટલાક મુસ્લિમ નેતાઓ મહા વિકાસ આઘાડીને મતદાન કરવા માટેના ફતવા જાહેર કરી રહ્યા છે.’

raj thackeray maharashtra assembly election 2024 maha vikas aghadi political news maharashtra news maharashtra news mumbai mumbai news